ખિસ્સું

29k Followers

ખેડૂતો માટે / પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ: હવે ખેડુતો ઘરે બેઠાં જાતે જ કરી શકશે આ કામ

23 Jun 2021.4:33 PM

પીએમ કિસાન સન્માન નિધિ યોજના નાં લાભાર્થીઓ માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નાં લાભાર્થી પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા તેનું સ્ટેટ્સ ઓનલાઇન ચકાસી શકશે. આ માટે લાભાર્થી પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અને વધુ માહિતી માટે pmkisan.gov.in પર લોગીન થઈ જાણકારી મેળવી શકશે.14 મે નાં રોજ સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 9.5 કરોડ કરતાં વધુ ખેડૂતોને વીડિયો કોન્ફરન્સ દ્વારા 20,000 કરોડ રૂપિયાથી વધુનો 8મો હપ્તો જારી કર્યો હતો. મળેલી માહિતી મુજબ ડિજિટલ ઇન્ડિયાએ થોડા સમય પહેલા ટ્વીટર પર કહ્યું હતું કે #pmkisan યોજના હેઠળના તમામ ખેડૂત લાભાર્થીઓ હવે પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન દ્વારા તેમનું સ્ટેટ્સ ડિજિટલ રીતે ચકાસી શકશે.એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટેટ્સ કંઈ રીતે ચેક કરી શકશો?(1) જો તમારી પાસે સ્માર્ટ ફોન છે તો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ PM Kisan Scheme Mobile App સર્ચ કરી ડાઉનલોડ કરી શકો છો.(2) આ એપ્લિકેશન તમને PM Kisan નામથી પ્લે સ્ટોરમાં જોવા મળશે. ડાઉનલોડ કર્યા બાદ એપમા તમને ઘણા ઓપ્શન મળશે. જેની માટે તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે.(3) રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને હોમ પેજ ઉપર આધાર કાર્ડ એડિટ કરવાથી લઈને ઇન્સ્ટોલમેન્ટ ચેક કરવા સુધીનાં તમામ ઓપ્શન મળશે.(4) જો તમે ઇન્સ્ટોલેશન ને લગતું સ્ટેટ્સ ચેક કરવા માંગતા હો તો તમારે ઇન્સ્ટોલેશન ચેક નાં ઓપ્શન પર ક્લિક કરવું પડશે.

(5) ત્યાર બાદ એક પેજ ખુલશે જ્યાં બેન્ફિટ સ્ટેટ્સ માં તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અથવા બેંક ખાતા નંબર એન્ટર કરવો પડશે.(6) નંબર એન્ટર કર્યા બાદ સબમિટ નાં ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ઇન્સ્ટોલમેન્ટ નુ સ્ટેટ્સ તમે તપાસી શકશો, એટલે કે કેટલા હપ્તા તમારા ખાતામાં જમા થયા છે તે જાણી શકશો.⁠⁠⁠⁠⁠સરકારે આ નિર્ણય ખેડૂતોનાં હિત માટે લીધો છે. જેથી હપ્તાની જાણકારી મેળવવા માટે ખેડૂત મિત્રોને સરકારી દફતરે ધક્કા ન ખાવા પડે.ક્યાં ખેડૂતોને સહાય મળે છે?પીએમ સન્માન નિધિ યોજના અંતર્ગત 2 હેકટર સુધીની સંયુક્ત જમીન ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને પીએમ સન્માન નિધિ યોજનાના 8 હપ્તા મળી ચૂક્યા છે. આ યોજનાને કારણે ખેડૂતોને બે-બે હજાર રૂપિયા ત્રણ હપ્તામાં સરકાર તરફથી આર્થિક સહાય મળે છે.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Khissu Gujarati

#Hashtags