GSTV

1.3M Followers

કઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે હેંગ? અપનાવો આ સરળ રીત, પકડી લેશે ફરીથી સ્પિડ

14 Jun 2021.3:20 PM

Last Updated on June 14, 2021 by Zainul Ansari

સ્માર્ટફોન્સ જેમ જૂનુ થઇ જાય છે, તેમ તેની સ્પીડ ઓછી થતી જાય છે. જોકે માત્ર જુનુ હોવુ જ મોબાઇલના હેંગ થવાનું કારણ નથી. તેના પાછળ એક મોટુ કારણ છે એપ્લિકેશન, જેણે તમારા ફોનની સ્પેસ ઘેરી છે. કદાચ તમે ધ્યાન નહીં આપ્યું હોય કે ડાઉનલોડ કરતા સમયે જે એપ્લિકેશનની સાઇઝ 40 અને 50 MBની હોય છે, તે થોડા સમય ઉપયોગ કર્યા પછી 400થી 500MB સુધી જગ્યા રોકી લે છે.

હવે તમારા મસ્તિષ્કમાં પ્રશ્ન થઇ રહ્યા હશે કે આ એપ્લિકેશનની સાઇઝ કેવી રીતે વધી જાય છે?

અને આ સમસ્યાથી છૂટકારો કેવી રીતે મળી શકે છે? આજે અમે તમને આવા જ પ્રશ્નોના જવાબ આપીશુ. આ અહેવાલમાં અમે તમને કેટલાક સ્ટેપ્સ અંગે જણાવીશુ, જેને ફોલો કરી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો અને તમારા ફોનની સ્પીડને વધારી શકો છો. ચાલો જાણીએ કયા છે આ સ્ટેપ્સ.

કઇ એપ્લિકેશનને ફોનને સ્લો કર્યો?

  1. સૌથી પહેલા તમારે મોબાઇલની સેટિંગ જવાનું રહેશે
  2. સેટિંગમાં ગયા પછી તમને સ્ટોરેજ/મેમરી ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
  3. ત્યારબાદ તમને સ્ટોરેજ લિસ્ટ ઓપન થઇ જશે. ત્યા તમારે જોવાનું રહેશે કે કયુ કન્ટેન્ટ તમારા ફોનના સ્પેસને કવર કરે છે.
  4. સાથે જ આ લિસ્ટમાં ઇન્ટરનલ મેમરીનો વપરાશ પણ દેખાશે કે કેટલી ખાલી છે અને કેટલી ભરેલી છે.
  5. ત્યારબાદ તમારે મેમરી પર ક્લિક કરવાનું રહેશે અને પછી Memory used by apps પર જવાનુ રહેશે.
  6. ત્યારબાદ લિસ્ટમાં તમને RAMની 4 ઇન્ટરવલ (3 કલાક, 6 કલાક, 12 કલાક અને 1 દિવસ)માં એપ યુસેઝ દેખાશે.
  7. આમ તમને ખબર પડી જશે કે તમારા ફોનને કઇ એપ્લિકેશન સ્લો કરે છે. કારણ કે અહીં દેખાશે કે કઇ એપ કેટલી રેમનો ઉપયોગ કરે છે.
  8. જો તે એપ તમારા કામની છે, તો તેના cacheને ક્લિયર કરી દો, નહીંતર તેને ડિલિટ કરી દો.

Last Updated on June 14, 2021 by Zainul Ansari

કઇ એપ્લિકેશનને ફોનને સ્લો કર્યો?

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags