GSTV

1.3M Followers

40 કિમીના એરિયામાં વીજળી પડે એ પહેલાં જ એલર્ટ કરી દેશે આ App, વરસાદ પહેલાં ફટાફટ કરી લો ડાઉનલોડ

15 Jun 2021.8:37 PM

Last Updated on June 15, 2021 by Dhruv Brahmbhatt

દેશભરમાં થઇ રહેલા વરસાદ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહએ મંગળવારના રોજ દિલ્હીમાં એક મહત્વની બેઠક બોલાવી છે. ગૃહ મંત્રાલય, જળ શક્તિ મંત્રાલય અને હવામાન વિભાગના અધિકારીઓ સાથે થયેલી આ બેઠકમાં તેઓએ વધારેમાં વધારે લોકોને 'દામિની' એપ (Damini App) ડાઉનલોડ કરવાનો આદેશ આપ્યો. જેથી પ્રભાવિત ક્ષેત્રોમાં વિજળી પડવાથી થનારા મોતની શક્યતાને ઘટાડી શકાય.

દામિની એપ હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક મોબાઇલ એપ છે, જે વિજળી પડવાથી લોકોને સાવધાન કરવા માટે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના આધીન ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન સંસ્થા પુણેએ 'દામિની એપ' વિકસિત કરી છે.

તો અહીં જાણીશું તે એપ વિશે વિગતે..

શું અને કેવી રીતે કામ કરે છે દામિની એપ ?

દામિની એપ સમય પહેલાં જ વિજળી, વજ્રપાત જેવી સંભાવનાની સચોટ જાણકારી આપે છે. એ માટે ઉષ્ણદેશીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ દેશભરમાં અંદાજે 48 સેન્સર સાથે એક લાઇટનિંગ લોકેશન નેટવર્ક પ્રસ્થાપિત કરેલ છે. આ નેટવર્કના આધારે જ દામિની એપને વિકસિત કરવામાં આવેલ છે, જે 40 કિમીના વિસ્તારમાં વિજળી પડવાથી સંભવિત સ્થાનની જાણકારી આપે છે. રિપોર્ટ્સ અનુસાર, આ નેટવર્ક વિજળી પડવાની સચોટ પુર્વાનુમાન જણાવે છે. વિજળીના કડાકા સાથે જ તે વજ્રપાતની સ્પીડ પણ બતાવે છે.

વજ્રપાતની સ્થિતિમાં શું કરો.. એ પણ જણાવે છે આ એપ

આ એપમાં નીચે વધારે ઇન્ફોર્મેટિવ જાણકારી આપવામાં આવી છે. વીજળી પડવા પર બચાવ કેવી રીતે કરે, તેના વિશે જણાવવામાં આવ્યું છે. સુરક્ષાના ઉપાય સિવાય પ્રાથમિક ચિકિત્સા સંબંધી જાણકારી પણ આપવામાં આવી છે. વિજળી પડવાની ઘટના વ્યક્તિઓ અને પશુઓ માટે પણ ઘાતક હોય છે. તેને રોકી તો ના શકાય પરંતુ તેનાથી બચી તો શકાય છે.

વિજળી પડવાની સ્થિતિના વિશે જાગૃકતા ખૂબ જ જરૂરી છે. દામિની એપના માધ્યમથી તેનું પૂર્વાનુમાન લગાવી શકાય છે અને એવામાં લોકોની પાસે પર્યાપ્ત સમય પણ હોય છે કે તે સુરક્ષિત જગ્યા પર ચાલ્યા જાય. એટલે કે, સતર્ક થઇને જાનમાલના નુકસાનથી પણ બચી શકાય છે.

મોબાઇલમાં આ રીતે ડાઉનલોડ કરો આ એપ

દામિની એપને મોબાઇલમાં ડાઉનલોડ કરવી ખૂબ જ સરળ છે. એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સ તેને ગુગલ પ્લે સ્ટોર દ્વારા અને આઇફોન યુઝર્સ તેને એપ્પલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. ડાઉનલોડ કર્યા બાદ તેમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તે માટે તમારે તમારું નામ, લોકેશન વગેરે એડ કરવાનું હોય છે. તે જાણકારીઓ આપવાની સાથે સાથે આ દામિની એપ સ્ટાર્ટ થઇ જશે. તમારા લોકેશનના 40 કિમીના વિસ્તારમાં વિજળી પડવાની ચેતવણી ઓડિયો મેસેજ અને SMS ના આધારે આપે છે.

ચેતવણી મળતા જ શું કરવું ?

જો તમને ચેતવણી મળી જાય તો સૌ પહેલાં તમે ખુલ્લાં ખેતર, વૃક્ષોની નીચે, પહાડી વિસ્તારોની આસપાસ બિલકુલ ના રોકાવો. ધાતુના વાસણને પણ ધોવાથી બચો અને નહાવાથી તો બિલકુલ બચો. વરસાદથી બચો અને ખાસ કરીને એવી જગ્યાએ કે જ્યાં જમીન પર પાણી જમા હોય. ત્યાં પણ ઊભા ના રહો. વિજળીના હાઇટેન્શન તાર અને ટાવરથી દૂર રહો. ઘરની અંદર ચાલ્યા જાઓ. જો ક્યાંય પણ બહાર હોવ તો અને ઘરે જવાનું શક્ય ના હોય તો ખુલ્લી જગ્યા પર કાન બંધ કરીને ઘૂંટણીએ બેસી જાઓ. ખતરો ટળતા જ ઘરે ચાલ્યા જાઓ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

Last Updated on June 15, 2021 by Dhruv Brahmbhatt

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags