Zee News ગુજરાતી

736k Followers

7th Pay Commission: 1 જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થઈ શકે છે 32400નો વધારો, જાણો કેમ

16 Jun 2021.7:34 PM

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને જલદી ખુશખબર મળી શકે છે. અનુમાન છે કે એક જુલાઈથી કેન્દ્ર સરકાર, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ) ની ચુકવણી કરી શકે છે. જો તેમ થાય તો જુલાઈમાં સરકારી કર્મચારીઓને મોટી રકમ મળશે. તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં સરકાર મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તાની ચુકવણી કરી શકે છે. હાલમાં DA 17 ટકા છે, જે વધીને 28 ટકા થઈ જશે. મોંઘવારી ભથ્થુ વધવાથી સીધી રીતે પગારમાં વધારો થશે.

મહત્વનું છે કે કેન્દ્રીય કર્મચારીઓને બે વર્ષથી બાકી ડીએનો ફાયદો એક સાથે મળી શકે છે. જાન્યુઆરી 20020માં કેન્દ્રીય કર્મચારીઓના DA માં 4% ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ જૂન 2020માં ત્રણ ટકાનો વધારો થયો હતો.

તેનાથી ડીએ વધીને 28 ટકાએ પહોંચી ગયું છે. પરંતુ તેની ચુકવણી હજુ સુધી થઈ નથી.

પગારમાં થઈ શકે છે 32400 રૂપિયાનો વધારો
કેન્દ્રીય કર્મચારીઓના પે-મેટ્રિક્સની વાત કરીએ તો ઓછી સેલેરી 18000 રૂપિયા છે. તેમાં 15 ટકા મોંઘવારી ભથ્થુ જોડાવાની આશા છે. તેવામાં પગાર તરીકે સીધા 2700 રૂપિયા વધુ આવી શકે છે. તેનો અર્થ થયો કે વાર્ષિક 32400 રૂપિયા ડીએના રૂપમાં જોડાઈ જશે.

આ પણ વાંચોઃ SBI ના 44 કરોડ ગ્રાહકો માટે મહત્વના સમાચાર, 17મી જૂને આ સમય દરમિયાન નહીં કરી શકો લેવડદેવડ

મોંઘવારી ભથ્થાની જાહેરાત સંભવ
રિપોર્ટ પ્રમાણે જૂન 2021માં મોંઘવારી ભથ્થાની જાહેરાત થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવાનું અનુમાન છે. જો તેમ થાય તો 1 જુલાઈના ત્રણ હપ્તાની ચુકવણી બાદ આગામી છ મહિનામાં બાકી 4 ટકાની ચુકવણી થશે. મોંઘવારી ભથ્થુ કુલ 32 ટકા પહોંચી શકે છે.

હાલમાં શું છે સ્થિતિ
મહત્વનું છે કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએને દર 6 મહિને રિવાઇઝ કરે છે. તેની ગણતરી બેસિક પે (Basic Pay) ના આધારને માની ટકાવારીમાં થાય છે. જાન્યુારી 2020માં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ જૂન 2020માં ત્રણ ટકા અને જાન્યુઆરીમાં 4 ટકાનો વધારો થયો છે. તેનાથી ડીએ 28 ટકા થઈ ગયું છે. પરંતુ આ ત્રણેયની ચુકવણી થઈ નથી. હાલમાં કર્મચારીઓને 17 ટકા ડીએ મળી રહ્યું છે. કોવિડને કારણે સરકારે 1 જાન્યુઆરી 2020થી 1 જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થાને ફ્રીઝ કરી દીધું હતું.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags