સાંજ સમાચાર

310k Followers

કેન્દ્ર સરકારનું વધુ એક કોરોના રાહત પેકેજ : 25 લાખ નાના ધંધાર્થીઓને 1.25 લાખની સસ્તી લોન

28 Jun 2021.6:17 PM

નવી દિલ્હી, તા.28
કોરોનાના ઝટકાથી વેપાર-ઉદ્યોગને ઉગારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત ઇમરજન્સી ક્રેડીટ લાઇન ગેરેંટી હેઠળ 1.5 લાખ કરોડ તથા લોન ગેરેંટી સ્કીમ હેઠળ 1.10 લાખ કરોડની ફાળવણી જાહેર કરવામાં આવી છે.

કેન્દ્ર નાણાંપ્રધાન નિર્મલા સીતારામન તથા રાજય મંત્રી અનુરાગ ઠાકુરે આજે બપોરે પત્રકાર પરિષદમાં નવા રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેમાં જુદા જુદા આઠ મુદાઓને આવરી લેવામાં આવ્યા છે. 1.10 લાખ કરોડની લોન ગેરેંટી સ્કીમ હેઠળ 50 હજાર કરોડ આરોગ્ય ક્ષેત્રને ફાળવવામાં આવશે જેમાંથી આરોગ્યની માળખાગત સેવાઓને મજબુત બનાવવામાં આવશે. 7.95 ટકાના વ્યાજદરથી મહતમ 100 કરોડની લોન આપવા જોગવાઇ કરવામાં આવી છે.

આ સિવાય અન્ય ક્ષેત્રને માટે 60 હજાર કરોડની જોગવાઇ રહેશે.

કોરોનાથી નાના ધંધાર્થીઓને મોટો ફટકો પડયો છે અને આજીવિકા સામે પ્રશ્નો સર્જાયા છે. આવા નાના ધંધાર્થીઓની મુશ્કેલી દુર કરવા માટે દેશના 25 લાખ જેટલા નાના ધંધાર્થીઓને ત્રણ વર્ષના સમયગાળા માટે 1.25 લાખની લોન આપવાની યોજના તેઓએ જાહેર કરી હતી. આ યોજના હેઠળ કોઇપણ નાના ધંધાર્થીને સવા લાખની લોન મળશે અને રીઝર્વ બેન્ક દ્વારા નિર્ધારીત મહતમ વ્યાજદર કરતા બે ટકા ઓછા વ્યાજે આ લોન આપવામાં આવશે.

દેશમાં ટ્રાવેલ્સ ઉદ્યોગને કોરોનાથી મોટો ફટકો પડયો છે તેને મદદરૂપ થવા માટે નોંધાયેલા 11 હજાર ટ્રાવેલ્સ તથા ટુરીસ્ટ ગાઇડને નાણાકીય સહાયતા પુરી પાડવામાં આવશે. નાણાપ્રધાન દ્વારા નવા રાહત પેકેજમાં કોરોનાથી અસરગ્રસ્ત તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે અને કુલ આઠ જેટલી જુદી જુદી જાહેરાતો કરવામાં આવી છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sanj Samachar

#Hashtags