VTV News

1.2M Followers

રસીકરણ / ગુજરાતમાં કોરોના વેક્સિનેશન પર લાગી બ્રેક, આટલા દિવસ બંધ રહેશે કેન્દ્રો, વાંચી લેજો નહીંતર ધક્કો પડશે

07 Jul 2021.9:00 PM

રાજયમા ચાલી રહેલ Covid-19 માટેનુ રસીકરણ આગામી બે દિવસો એટલે કે ગુરુવાર અને શુક્રવાર બંધ રહેશે, તા 8 અને 9 જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં બંધ રખાયું

  • વેક્સિન મેળવવા માટે વધુ જોવી પડશે રાહ
  • રાજ્યમાં આગામી બે દિવસ નહીં થાય રસીકરણ
  • રાજ્યમાં ગુરૂવાર અને શુક્રવારે રસીકરણ રહેશે બંધ

ગુજરાતમાં કોરોના વેક્સિનેશનની ગતિ ધીમી પડી છે. રાજયમા ચાલી રહેલ Covid-19 માટેનુ રસીકરણ આગામી બે દિવસો એટલે કે ગુરુવાર અને શુક્રવાર બંધ રહેશે. તા 8 અને 9 જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યું છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

જેની સર્વે પ્રજાજનોએ નોંધ લેવા રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે. આ કારણે ગુજરાતમાં સતત ત્રણ દિવસ માટે વેક્સિન આપવાનું કાર્ય બંધ રહેશે. 7 જુલાઈના દિવસે પણ મમતા દિવસના કારણે બાળકોને અન્ય રસી આપવાની કામગીરીના કારણે કોરોનાની રસીનો કાર્યક્રમ બંધ રખાયો હતો.

ગુજરાતમાં 7 જુલાઈએ મમતા દિવસ હોવાથી સરકાર દ્વારા કોરોના રસીકરણને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો. મમતા દિવસ નિમિત્તે દિવસ પૂરતું વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણમાં હવે ઘટાડો નોંધાયો છે અને વેક્સિન અંગે લોકોમાં જાગૃતિ આવતા લોકો હવે વેક્સિન કેન્દ્રો પર વેક્સિન લેવા માટે પણ જઈ રહ્યા છે. ત્યારે વેક્સિનેશન પ્રક્રિયા આજે બંધ રાખવામાં આવી હતી. આજે રાજ્યભરમાં મમતા દિવસની ઉજવણી કરાઈ રહી હોવાથી રાજ્યના તમામ રસીકરણ કેન્દ્રો પર રસીકરણ પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags