VTV News

1.2M Followers

Bank Holiday Alert / આવનારા અઠવાડિયે સતત 6 દિવસ બેંક રહેશે બંધ, જો જો તમને ન પડે ધક્કો, જાણી લો તારીખો

09 Jul 2021.6:25 PM

જો તમે બેંકના કામ પ્લાન કરી રહ્યા છો તો આવનારા અઠવાડિયામાં બેંકમાં સતત 6 દિવસની રજા રહેશે. તો તમે તમારા તમામ કામ આ રજાની તારીખોના આધારે પ્લાન કરો જેથી ધક્કો ન પડે.

  • આવનારા અઠવાડિયામાં 6 દિવસ બેંક રહેશે બંધ
  • જાણો રજાની તારીખો અને પ્લાન કરી લો કામ
  • નહીં તો પડશે ધક્કો


દરેક વ્યક્તિને બેંક સંબંધિત કામ તો આખો મહિનો રહે છે. પણ જો જુલાઈની વાત કરીએ તો આ મહિનામાં 15 દિવસ બેંક બંધ રહેવાની છે. આ સાથે આવતા અઠવાડિયામાં કુલ 6 દિવસ બેંક બંધ રહેશે. તમે પણ આ રજાઓ વિશે જાણી લેશો તો તમને બેંકના કામ કરવામાં મુશ્કેલી નહીં રહે.

6 દિવસની રજામાં તહેવારની સાથે સાથે જ બીજો અને ચોથો શનિવાર તથા રવિવારની રજા પણ સામેલ છે.

જુલાઈમાં તહેવારના કારણે 9 દિવસે બેંક રહેશે બંધ
ભારતીય રિઝર્વ બેંકની રજાઓના અનુસાર 9 અલગ અલગ રાજ્યોમાં તહેવારના કારણે રજા રહેશે. આ માટે તમે જુલાઈમાં બેંક સંબંધિત કોઈ મહત્વનું કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે રજાનું લિસ્ટ ફોલો કરી લેવું જરૂરી છે. આજે અણે આપને આ લિસ્ટ આપી રહ્યા છીએ. બેંકની રજાઓ સમયે તમારે યાદ રાખી લેવું કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ચાલુ રહેશે તમે રજાઓમાં એટીએમનો ઉપયોગ પણ કરી શકો છો. આ રજાઓ બેંક સંબંધિત છે અને આ દિવસોમાં બેંક સંપૂર્ણ રીતે બંધ રહેશે.

જાણો આવનારા અઠવાડિયામાં કયા 6 દિવસ બેંક સતત રહેશે બંધ

  • 11 જુલાઈ 2021- રવિવારની રજા
  • 12 જુલાઈ 2021- સોમવાર - કાંગ- રથયાત્રાની રજા (ભૂવનેશ્વર /ઈમ્ફાલ)
  • 13 જુલાઈ 2021- મંગળવાર - ભાનુ જયંતિ (ગંગટોક)
  • 14 જુલાઈ 2021- બુધવાર - દ્રૂક્પા ત્શેચી (ગંગટોક)
  • 15 જુલાઈ 2021 - ગુરુવાર - હરેલા પૂજા (દહેરાદૂન)
  • 17 જુલાઈ 2021 - શનિવાર - યૂ તિરોત સિંગ ડે/ ખારચી પૂજા (અગરતલા, શિલોંગ)
  • 18 જુલાઈ 2021 - રવિવારની રજા
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags