GSTV

1.3M Followers

BIG BREAKING : ગુજરાતમાં 15મીથી શાળાઓ અને કોલેજો ખોલવા માટે સરકારે આપી લીલીઝંડી, આ રહેશે નિયમો

09 Jul 2021.6:27 PM

Last Updated on July 9, 2021 by pratik shah

ગુજરાતમાં સ્કૂલો, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાનો માટે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટી મળી હતી. આ કોર કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય પસાર કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં તા. ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજ ૫૦% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓમાં વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. ગત માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયું ત્યારથી ગુજરાતમાં સ્કૂલો બંધ છે. હવે કેસો ઘટવા લાગતાં સરકારે લાંબા સમય બાદ નિર્ણય લીધો છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

ગુજરાતમાં કોરોનાના ગતિ દિનપ્રતિદીન મંદ પડી રહી છે ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોને વધુ હળવા કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ ગઈકાલે જ વધુ શહેરોને રાત્રી કરફ્યુમાંથી મુક્તિ આપી છે જયારે અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાત્રી કરફયુ યથાવત રાખ્યો છે.

  • સીએમની કોર કમિટીમાં લેવાયા મોટા નિર્ણયો
  • ધોરણ 12ના વર્ગો 50 ટકાની ક્ષમતા સાથે ખુલશે
  • પોલીટેકનિક સંસ્થાઓ પણ કોરોના ગાઈડલાઈનથી ખોલવાનો નિર્ણય
  • શાળાઓમાં છાત્રોની હાજરી મરજિયાત રહેશે
  • વાલીઓની સંમતિ એ જરૂરી રહેશે
  • રાજ્યમાં 15મી જુલાઈથી ખૂલી રહી છે શાળાઓ

મહત્વની વાત એ છે કે, કોરોનાએ વિદાય લેતાં સરકારે કોચિંગ અને ટયુશન કલાસિસોને 50 ટકાની ક્ષમતા સાથે છૂટ આપી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં ય અત્યાર સુધી 100 વ્યક્તિને છૂટ અપાઇ હતી તેમાં વધારો કરી હવે 150 જણાં જઇ શકે તેવી મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ નવા નિયમોનો તા.10મી જુલાઇથી અમલ થશે. આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી.

  • સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
  • વિદ્યાર્થીઓનું થર્મલગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
  • વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
  • સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરાવવી પડશે.
  • ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત્ રહેશે.

કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોના વકરતા માર્ચમાં સ્કૂલો બંધ કરી હતી

ગત માર્ચમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ત્રાટકતા રાજ્ય સરકારે શરૂઆતમાં 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તબક્કાવાર રાજ્યભરમાં સ્કૂલ અને કોલેજો બંધ કરી દેવાઈ હતી. હવે સરકારે ફરી સ્કૂલો ખોલવા માટેનો નિર્ણય લીધો છે.

કરફ્યુ સહિતના નિયંત્રણો વધુ હળવા કર્યા

ગુજરાતમાં કોરોનાના કેસોના કેસો ઘટવા માંડયા છે. છેલ્લા બે દિવસથી તો કોરોનાથી ગુજરાતમાં એકેય વ્યક્તિનું મોત નિપજ્યુ નથી. કોરોનાએ જાણે ગુજરાતમાંથી વિદાય લીધી છે ત્યારે રાજ્ય સરકારે કરફ્યુ સહિતના નિયંત્રણો વધુ હળવા કર્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં 18 શહેરોમાં રાત્રી કરફ્યુ લદાયો હતો.

પણ આજે રાજ્ય સરકારે ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, ગાંધીધામ, વાપીને રાત્રી કરફ્યુમાંથી મુક્તિ આપી છે. હવે માત્ર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં જ રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે.

ગુજરાત સરકારે ધો.૧૦ અને ૧૨ના રીપિટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૫ જુલાઈથી લેવાનું જાહેર કર્યુ છે અને ૧૫ જુલાઈથી લેવાનારી આ પરીક્ષાઓમાં ૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે ત્યારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ઓફલાઈન પરીક્ષા આપવા જતા હવે સ્કૂલો પણ રેગ્યુલર થઈ રહી છે. પ્રથમ તબક્કામાં માત્ર ધો.૧૨ની સ્કૂલો ઓફલાઈન શિક્ષણ માટે રેગ્યુલર શરૃ કરવા સરકારે નિર્ણય લીધો છે.

અમદાવાદમાં ઘટ્યા કોરોનાના કેસો

અમદાવાદ શહેરમાં ગુરુવારે દૈનિક કેસમાં બે કેસનો સામાન્ય વધારો થયો હતો. કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા હતા. સતત બીજા દિવસે એક પણ મોત કોરોનાથી નોંધાયું નહોતું. એક જ દિવસમાં શહેરમાં ૩૬૩ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગુરુવારે શહેરમાં કોરોનાના નવા ૧૫ કેસ નોંધાતા ગત વર્ષે માર્ચથી અત્યાર સુધીમાં કુલ ૨,૩૦,૭૨૫ કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૨,૨૭,૨૮૫ લોકો કોરોનામુકત થયા છે. એકટિવ કેસની સંખ્યા ૭૦૦થી પણ ઓછી થઈ છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતા શહેરીજનોમાં રાહત જોવા મળી રહી છે.

Last Updated on July 9, 2021 by pratik shah

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags