GSTV

1.3M Followers

સરકારી નોકરી: પોસ્ટ વિભાગમાં થઈ રહી છે ભરતી, 10 અને 12 પાસ ભરી શકશે ફોર્મ, આ તારીખ પહેલા કરવાની છે ઓફલાઈન અરજી

10 Jul 2021.4:21 PM

Last Updated on July 10, 2021 by Pravin Makwana

ઈંડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગમાં પંજાબ પોસ્ટલ સર્કલમાં પોસ્ટલ આસિસ્ટેંટ, સોર્ટિંગ આસિસ્ટેંટ અને મલ્ટી ટાસ્ટિંક સ્ટાફમાં કૈડર સ્પોર્ટસ કૈડર અંતર્ગત ભરતી માટે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. આ પદો પર ભરતી માટે ઈચ્છુક ઉમેદવાર 18 ઓગસ્ટ 2021 અથવા તે પહેલા ઓફલાઈન મોડના માધ્યમથી અરજી કરી શકે છે.

આ ભરતીના માધ્યમથી કુલ 57 ખાલી જગ્યા ભરવાની છે. નિર્ધારિત પાત્રતા, અનુભવ, પસંદગી, માપદંડ અને અન્ય ડિટેલ્સની જાણકારી જાહેર કરેલી નોટિફિકેશનમાંથી મળી રહેશે. અરજી પ્રક્રિયા 10 જૂલાઈથી શરૂ થઈ ગઈ છે. તથા ઓફલાઈન અરજીની લાસ્ટ ડેટ 18 ઓગસ્ટ 2021 છે.

ઉમેદવારે પોતાનું ભરેલુ ફોર્મ જણાવવામાં આવેલા સરનામા પર પોસ્ટ દ્વારા મોકલવાનું રહેશે.

ખાલી જગ્યાનું નામ

  • પોસ્ટલ આસિસ્ટેંટ 45 જગ્યા
  • સોર્ટિંગ આસિસ્ટેંટ- 09 જગ્યા
  • મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ-03 જગ્યા
  • કુલ- 51 જગ્યા ખાલી

અલગ અલગ પદ પર ભરતી માટે નિર્ધારિત યોગ્યતા પણ અલગ અલગ છે. પોસ્ટલ આસિસ્ટંટ અને સોર્ટિંગ આસિસ્ટેંટ માટે ધોરણ 12 પાસ અને મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ માટે 10મું પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. લોકલ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. વયમર્યાદા સીનિયર પદ માટે 18થી 27 વર્ષ તથા મલ્ટી ટાસ્કીંગ માટે 18થી 25 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવારે ભરેલુ ફોર્મ નીચેના સરનામાં પર મોકલવાનું રહેશે.

સરનામું-

આસિસ્ટેંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસ
ઓફિસ ઓફ ચીફ પોસ્ટમાસ્ટર જનરલ
પંજાબ સર્કલ, સેક્ટર 17, સંદેશ ભવન
ચંડીગઢ- 160017

નોટિફિકેશન-

https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/IP_09072021_Punjab.pdf

Last Updated on July 10, 2021 by Pravin Makwana

https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/IP_09072021_Punjab.pdf

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags