GSTV

1.4M Followers

સપના જુઓ: દરેક પરિવારમાંથી એક સભ્યને સરકારી નોકરી આપી રહી છે મોદી સરકાર, સોશિયલ મીડિયાના આ દાવાથી યુવાનોમાં ખુશીની લહેર

10 Jul 2021.7:27 PM

Last Updated on July 10, 2021 by Pravin Makwana

કોરોનાકાળમાં કેટલાય લોકોએ પોતાની નોકરી ખોઈ દીધી છે. સ્થિતી એવી થઈ છે કે, લોકો નોકરીઓના નામે છેતરપીંડીનો શિકાર થઈ રહ્યા છે. કેટલાય લોકો રાજ્ય સરકારની યોજનાનો હવાલો આપીને તો કેટલાક કેન્દ્ર સરકારની યોજનાનો હવાલો આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તાજેતરમાં 'એક પરિવાર, એક નોકરી' નામની એક કથિત સરકારી યોજના પણ ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર અમુક લોકો આ યોજનાનો ઉલ્લેખ કરતા લખી રહ્યા છે કે, કેન્દ્રની મોદી સરકાર હાલ દરેક પરિવારમાંથી એક સભ્યને સરકારી નોકરી આપી રહી છે.

એક યુટ્યૂબ ચેનલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, 'એક પરિવાર, એક સરકારી નોકરી યોજના 2020' પ્રધાનમંત્રી એ પોતાની મહત્વકાંક્ષી એક પરિવાર એક નોકરી યોજના લાગૂ કરી દીધી છે.

જે અંતર્ગત રાજ્ય સરકાર દરેક પરિવારને ઓછામાં ઓછા એક સભ્યને સરકારી નોકરી આપશે. આ યોજનાને લાગૂ થયા બાદ દેશના યુવાનોમાં ભારે ખુશીનો માહોલ છે.

આખરે શું છે તેની સચ્ચાઈ

આ વાયરલ ખબરની જ્યારે ફેક્ટ ચેક કરવામાં આ્વ્યુ ત્યારે એક પરિવાર એક નોકરી નામની આવી કોઈ સ્કિમ સરકાર ચલાવતી નથી તે તથ્ય સામે આવ્યુ છે.સરકારે આવી કોઈ જાહેરાત પણ કરી નથી. કોઈ ન્યૂઝ ચેનલ, મીડિયા કે અખબારમાં પણ આ યોજના વિશે ક્યારેય ઉલ્લેખ કરાયો નથી.

સરકારી નોકરી આપવાનો આ ખોટો દાવો ગત મહિનાથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. એટલા માટે પીઆઈબીએ તેનું ફેક્ટ ચેક કરી માહિતી ખાતામાંથી પણ આ દાવાનું ખંડન કરવામાં આવ્યુ છે.

Last Updated on July 10, 2021 by Pravin Makwana

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags