GSTV

1.3M Followers

કામનું / શું તમારા અકાઉન્ટમાં નથી આવી રહી LPGની સબ્સિડી, આ સરળ રીત અપનાવી ઘરે બેઠા કરો પ્રોસેસ

10 Jul 2021.7:49 PM

Last Updated on July 10, 2021 by Zainul Ansari

મોંઘવારીથી સામાન્ય વ્યક્તિ પરેશાન છે. પેટ્રોલ-ડીઝલ પછી હવે રસોઈ ગેસના ભાવમાં વધારાથી લોકોના ખિસ્સા પર ભાર વધ્યો છે. નોંધનીય છે કે તેલ કંપનીઓએ જુલાઈ મહિનાના પહેલા દિવસે જ રસોઈ ગેસ સિલિન્ડર (LPG)ના ભાવ 25.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારી દીધો છે. ત્યારબાદ ગ્રાહકોના ખાતામાં સબ્સિડી પણ નામ માત્ર અંદાજે 75 રૂપિયા પ્રતિ સિલિન્ડર આવી રહી છે.

હવે 14.2 કિલોના ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ 900 પાર જતા રહ્યા છે. અહીં ચોકાવનારી વાત એ છે કે છેલ્લા 15 મહિનામાં રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં 321 રૂપિયાનો વધારો થયો છે.

ગત વર્ષે મે મહિનામાં LPG સિલિન્ડરના ભાવ 621 રૂપિયા હતા, ઓગસ્ટમાં તે વધી 683 રૂપિયા થયા. તેના આગલા મહિને જ સપ્ટેમ્બરમાં રકમ વધી 692 રૂપિયા થઇ ગઈ. જૂન 2021માં ગેસ સિલિન્ડરના ભાવ 907 રૂપિયા થઇ ગયો હતો અને જુલાઈમાં 25.50 રૂપિયા વધી 933 રૂપિયા થઇ ગયો છે. આ વચ્ચે ઘણા ગ્રાહકોને સબ્સિડીની રકમ પણ ખાતામાં નથી આવી રહી. જો તમારા ખાતામાં પણ સબ્સિડીની રકમ નથી આવી રહી તો. આવી રીતે મેળવો રકમ

આ છે સરળ રીત

  • સૌ પહેલાં તમે તમારા ફોન અથવા તો કોમ્પ્યુટર પર ઇન્ટરનેટ ઓપન કરી લો.
  • પછી ફોનના બ્રાઉઝર પર જાઓ અને www.mylpg.in ટાઇપ કરો તેને ઓપન કરી લો.
  • ત્યાર બાદ તમને જમણી તરફ ગેસની કંપનીઓના ગેસ સિલિન્ડરના ફોટો જોવા મળશે. જે પણ તમારા સર્વિસ પ્રોવાઇડર છે તેને ગેસ સિલિન્ડરના ફોટો પર ક્લિક કરી દો.
  • ત્યાર બાદ એક નવી વિન્ડો ઓપન થઇ જશે કે જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઇડરની હશે.
  • ત્યાર બાદ સૌથી ઉપર જમણી તરફ સાઇન-ઇન અને ન્યુ યુઝરના વિકલ્પ પર જોવા મળશે કે જેને ટેપ કરી દો.
  • જો તમારી આઇડી પહેલાં જ બની ગઇ છે તો તમારે સાઇન-ઇન કરવાની જરૂરિયાત છે.
  • જો આઇડી નથી તો તમારે ન્યુ યુઝર પર ટેપ કરવાની જરૂરિયાત છે. વેબસાઇટ પર લોગઇન કરી લો.
  • ત્યાર બાદ જે વિન્ડો ઓપન થશે તેમાં જમણી તરફ વ્યુ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રીનો વિકલ્પ તમને દેખાશે. તેની પર ટેપ કરી દો.
    ટેપ કર્યા બાદ તમારે અહીંથી એવી જાણકારી મળશે કે, તમને કયા સિલિન્ડર પર કેટલી સબસિડી આપવામાં આવી છે અને ક્યારે આપવામાં આવી છે.
  • આ સાથે જો તમે ગેસ બુકિંગ કર્યો છે અને તમને સબ્સિડીના પૈસા નથી મળતા તો તમારે ફીડબેકવાળા બટન પર ક્લિક કરવાની જરૂરિયાત છે. અહીંથી તમને સબસિડીના પૈસા ન મળવાની ફરિયાદ દાખલ કરવામાં સક્ષમ છો.
  • આ સિવાય જો તમે LPG આઇડીને અત્યાર સુધી તમારા એકાઉન્ટ સાથે લિંક નથી કરી તો તમે ડિસ્ટ્રીબ્યુટર પાસે જઇને તે કરાવવાનું કામ કરો.
  • એટલું જ નહીં 18002333555 પર ફ્રીમાં કૉલ કરીને તેની ફરિયાદ દાખલ કરવામાં તમે સક્ષમ છો.

આટલાં માટે નથી આવતી તમારી સબસિડી

જો તમને LPG પર મળનારી સબસિડી નથી મળી રહી તો તેનું કારણ આધાર લિંક ન હોવું હોઇ શકે છે. રાજ્યોમાં LPG ની સબસિડી અલગ-અલગ નક્કી કરેલી હોય છે. જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા અથવા તો તેનાથી વધારે છે તેઓને સબસિડી નહીં મોકલવામાં આવતી.

Last Updated on July 10, 2021 by Zainul Ansari

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags