GSTV

1.4M Followers

PPF Scheme/ રોજ બચાવો માત્ર 416 રૂપિયા, આટલા વર્ષમાં બની જશો કરોડપતિ

11 Jul 2021.08:59 AM

Last Updated on July 11, 2021 by Damini Patel

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF) એક ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટના રૂપમાં જોવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત થવાના કારણે આ એક લો રિસ્ક ઇન્વેસ્ટમેન્ટની રીતે પણ જોઇ શકાય છે. વર્તમાન સમયમાં પીપીએફ એકાઉન્ટ પર 7.1 ટકાનો વ્યાજ દર આપવામાં આવી રહ્યો છે. કોઇ પણ પીપીએફ એકાઉન્ટ 15 વર્ષમાં મેચ્યોર હોય છે. પરંતુ તેને પાંચ-પાંચ વર્ષ કરીને વધારી શકાય છે. એવામાં પીપીએફ એકાઉન્ટ નિવૃત્તિ માટે સૌથી ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ છે. જો કોઇ લાંબા સમય સુધી તેમાં રોકાણ કરે છે તો તે તેની માટે સૌથી વધારે ફાયદાકારક રહેશે.

એક રોકાણકાર પીપીએફમાં એક નાણાંકીય વર્ષમાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયાનું જ રોકાણ કરી શકે છે. એવામાં એક મહીના સુધી મહત્તમ 12,500 રૂપિયા જ રોકાણ કરી શકાય છે. જો તમે સતત 15 વર્ષ સુધી 12,500 સુધી રોકાણ કરો છો તો તમને મેચ્યોરિટીના સમયે 40,68,209 રૂપિયા મળશે. જેમાં તમારું રોકાણ 22.5 લાખ રૂપિયા હશે અને વ્યાજ 18,18,209 રૂપિયા હશે.

જો તમે આ યોજનામાં આવતા દસ વર્ષો માટે રોકાણ કરો છો તો 25 વર્ષમાં તમે પીપીએફ દ્વારા કરોડપતિ બની શકો છો. પીપીએફના નિયમો અનુસાર, 15 વર્ષ પછી 5-5 વર્ષ કરીને તમારું રોકાણ વધારી શકાય છે. આવી સ્થિતિમાં જો તમે 15 વર્ષ પછી પણ 12,500 નું રોકાણ કરવાનું ચાલુ રાખશો તો 20 વર્ષમાં પીપીએફ તમને 66,58,288 લાખ રૂપિયા મળશે. અને આવતા પાંચ વર્ષમાં આ આંકડો રૂ. સતત 25 વર્ષ સુધી દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ કરીને રોકાણકાર 1,03,08,015 મેળવશે. એટલે કે, જો તમે દરરોજ 416 રૂપિયાની બચત કરો છો તો પીપીએફ દ્વારા તમે 25 વર્ષમાં કરોડપતિ બનશો.

Last Updated on July 11, 2021 by Damini Patel

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags