રખેવાળ

58k Followers

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આગામી 27 જુલાઈથી લેવાશે,હોલ ટિકીટો વેબસાઈટ પર મુકવામાં આવી

11 Jul 2021.4:10 PM

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.જેમાં બી.એ, બી.કોમ, બી.બી.એ, બી.સી.એ, બી.એસ.સી, એમ.એ, એમ.કોમ, એમ.એસ.ડબલ્યુ, એલ.એલ.બી, બી.એડ સહિતના કોર્ષની પરીક્ષા 27 જુલાઈથી ઓફલાઈન લેવામાં આવશે.જેમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી હોલ ટિકિટ મેળવવાની રહેશે.જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન વિકલ્પ પસંદ કર્યો છે અને કોઈક કારણોસર ઓનલાઈન પરીક્ષા આપી શકેલ નથી તેવા વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી શકશે.તેમની હોલ ટિકીટ પણ તે પ્રમાણે નીકળશે.આ સિવાય વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા અને હોલ ટિકીટ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે તે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી જાતે મેળવી લેવાની રહેશે અને તે પ્રમાણે પરીક્ષા આપવાની રહેશે.ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાની સાથે ઓનલાઇન પરીક્ષા પણ લેવાઈ છે.ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ઓનલાઈન પરીક્ષામા છબરડા થયા હોવાનું સામે આવ્યું હતું.જેમાં 6 જુલાઈથી શરૂ થનારી ઓફલાઈન પરીક્ષા અગાઉ જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટિકિટમાં બેદરકારી સામે આવી હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Rakhewal

#Hashtags