VTV News

1.2M Followers

યૂટિલિટી / AADHAAR કાર્ડનો ઉપયોગ કરનારાને UIDAIની ખાસ ચેતવણી, આ વાતનો ખ્યાલ નહીં રાખો તો થશે ફ્રોડનો શિકાર

12 Jul 2021.09:49 AM

UIDAIએ હાલમાં ટ્વિટ કરીને લોકોને AADHAAR કાર્ડના ફ્રોડથી બચવાની રીત બતાવી છે, આ સાથે એમ પણ કહ્યું છે કે કઈ રીતે આધારને ઓનલાઈન અને ઓફલાઈન વેરિફાઈ કરી શકાય છે.

  • AADHAAR કાર્ડનો ઉપયોગ કરનારાને UIDAIની ખાસ ચેતવણી
  • કઈ રીતે આધારને ઓનલાઈન અને ઓફલાઈન વેરિફાઈ કરી શકાય
  • આ વાતનો ખ્યાલ નહીં રાખો તો થશે ફ્રોડનો શિકારઃ UIDAI


ઓનલાઈન ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે અને સાથે દગાખોરો હવે ફક્ત ઓટીપી અને ખોટી લિંકની મદદથી લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. જો કે આધાર કાર્ડની મદદથી પણ ફ્રોડ કરી શકાય છે.

તેનું મુખ્ય કારણ એ છે કે આધાર કાર્ડમાં તમારી દરેક જાણકારી હોય છે અને તેને બેંકથી લિંક કરીને પોતાને વેરિફાઈ કરવાનું કહેવામાં આવે છે. આ ફાયદો લઈને દગાખોરો હવે આધાર કાર્ડની મદદથી દગાખોરી અને લૂંટ ચલાવી રહ્યા છે.

UIDAIની ખાસ ચેતવણી
આ માટે UIDAIની ખાસ ચેતવણી આપી છે અને સાથે જ લોકોને ફ્રોડથી બચવાની રીત પણ જણાવી છે. આધાર કાર્ડ 12 ડિજિટના નંબર સાથે આવે છે. જે ઓફિશિયલ UIDAI વેબસાઈટથી વેરિફાઈ કરી શકાય છે. તેનાથી ફ્રોડથી બચી શકાશે અને કોઈ મુશ્કેલી રહેશે નહીં. આ સિવાય આધારને પ્રૂફની રીતે ઉપયોગમાં લેવા માટે પહેલા તેને વેરિફાઈ કરવાનું જરૂરી છે. તેને કરવું પણ જોઈએ.

આ રીતે આધાર કાર્ડને કરો વેરિફાઈ
જો તમે તમારા આધાર કાર્ડને વેરિફાઈ કરવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન વેરિફાઈ કરવા માટે આધાર કાર્ડ પરના ક્યૂઆર કોડને સ્કેન કરો. ઓનલાઈન વેરિફાઈ કરવા માટે તમારે આ લિંક resident.uidai.gov.in/verifyને 12 અંકના નંબર અને કેપ્ચા કોડ ભરવાના રહે છે. અહીં તમારું કાર્ડ વેરિફાઈ થશે. આ સિવાય તમે mAadhaar એપની મદદથી પણ તેને વેરિફાઈ કરી શકો છો.

AADHAAR કાર્ડ ફ્રોડથી આ રીતે બચો

જો તમે તમારા આધાર કાર્ડને કોઈ પબ્લિક કમ્પ્યુટરથી ડાઉનલોડ કરી રહ્યા છો તો કામ થયા બાદ તેને ડિલિટ કરો.
ઓટીપીને કોઈની પણ સાથે શેર ન કરો.
મોબાઈલ નંબરને અન્યના આધાર કાર્ડ સાથે જોડવાની પરમિશન ન આપો અને ન તમારું આધાર કાર્ડ કોઈ અન્યના નંબર પર મોકલો.
આધાર કાર્ડની વર્ચ્યૂઅલ આઈડીનો ઉપયોગ કરો. તેમાં 16 ડિજિટનો આધાર કાર્ડ મળે છે. તેનો ઉપયોગ આધાર કાર્ડને બદલે કરી શકાય છે.
હંમેશા પોતાના બાયોમેટ્રિકને લોક રાખો જેને ઓફિશિયલ પોર્ટલથી ડાઉનલોડ કરી શકાય છે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી અનલોક કરી શકાય છે.

AADHAAR કાર્ડને આ રીતે કરો લોક
જો તમે તમારા આધાર કાર્ડને લોક કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા ફોનના મેસેજ એપને ઓપન કરો. આ પછી GETOTP લખો અને તેને 1947 પર SMS મોકલો. આમ કર્યા બાદ તમને ફોન પર એક ઓટીપી નંબર મળે છે, આ આવ્યા બાદ તમે LOCKUID અને આધાર નંબર લખીને 1947 પર ફરીથી મેસેજ સેન્ડ કરો. આમ કરવાથી તમારું આધાર કાર્ડ લોક થઈ જશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags