Zee News ગુજરાતી

734k Followers

હવે ધોરણ-10ના વિદ્યાર્થીઓને ગણિતના પેપરમાં મળશે બે વિકલ્પ, ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય

14 Jul 2021.6:43 PM

અતુલ તિવારી, અમદાવાદઃ રાજ્ય શિક્ષણ બોર્ડે નવા શૈક્ષણિક સત્ર 2021-2022માં નવી સિક્ષણ નીતિ પ્રમાણે ધોરણ-10ના ગણિત વિષયના પેપરમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે નવા શૈક્ષણિક વર્ષ 2021 -22 ગણિત વિષયના પેપરમાં બે વિકલ્પ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની પસંદગી પ્રમામે કોઈપણ એક પેપરનો વિકલ્પ પસંદ કરી શકશે.

વિદ્યાર્થીઓને ગણિતના પેપરમાં મળશે બે વિકલ્પ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં ગણિતના પેપરમાં બે પ્રશ્નપત્રનો વિકલ્પ આપવાનો નિર્ણય કરાયો છે. જે મુજબ વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક એમ બે અલગ અલગ પ્રશ્નપત્રના વિકલ્પ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી ગુજરાતની છ મહિલા ખેલાડીઓ માટે રાજ્ય સરકારે 10 લાખની સહાય જાહેર કરી

વિદ્યાર્થીઓ કરી શકશે પસંદગી
વિદ્યાર્થીએ કયું પેપર આપવું એ અંગેની પસંદગી બોર્ડનું ફોર્મ ભરતી સમયે કરવાની રહેશે. મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક પેપરમાં ગુણભાર, પ્રશ્નોના પ્રકાર અલગ અલગ પ્રકારે પુછાશે. ગણિતનું પાઠ્યપુસ્તક તમામ માટે એકસમાન રહેશે. શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ફેરફાર કરાશે નહીં.

કેમ વિદ્યાર્થીઓને અપાયો આ વિકલ્પ
ગણિત સ્ટાન્ડર્ડ રાખશેએ વિદ્યાર્થી ધોરણ 11માં સાયન્સ અથવા કોમર્સમાં પ્રવેશ મેળવી શખશે. ગણિત બેઝિક લેનાર વિદ્યાર્થી ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે નહીં. 10માં બેઝિક પરીક્ષા પાસ કરનાર સાયન્સ લેવા માગે તો જુલાઈમાં પૂરક પરીક્ષા ગણિત સ્ટાન્ડર્ડની પાસ કરી સાયન્સમાં પ્રવેશ લઈ શકશે.

આ પણ વાંચોઃ હવે ભરતસિંહના પત્નીએ કર્યો ખુલાસો, કોંગ્રેસ નેતા પર રેશમા પટેલે લગાવ્યા ગંભીર આરોપ

જો કોઈ વિદ્યાર્થી ગણિત સ્ટાન્ડર્ડમાં નાપાસ થાય તો પૂરક પરીક્ષા ગણિત બેઝિક કે સ્ટાન્ડર્ડની પસંદગી કરી આપી શકશે. આ પ્રકારે વિકલ્પ માત્ર ધોરણ 10 માટે અપાશે, ધોરણ 9 માટે આવો કોઈ વિકપ આપી શકાશે નહીં. જે વિદ્યાર્થીઓ ધોરણ 10 બાદ સાયન્સ લેવા માગતા નથી એવા વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે એ માટે નિયમોમાં નવી શિક્ષણનીતિ 2020 ના નિયમો હેઠળવ આ ફેરફાર કરવામાં આવ્યો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags