GSTV

1.4M Followers

ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ગુજકેટ-2021ના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

30 Jun 2021.9:08 PM

Last Updated on June 30, 2021 by Pritesh Mehta

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાને લઈને મોટા સમાચાર આવ્યા છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જીયરીંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવતી ગુજકેટ-2021ની પરીક્ષાના ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવીને 4 જુલાઈ 2021 કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે ગુજેકેટ-2021 માટે ફોર્મ ભરવાની ગત 23 જુનના રોજ કરવામાં આવી હતી.

જેની અંતિમ તારીખ 30 જૂન હતી, જે હવે વધારીને 4 જુલાઈ કરવામાં આવી છે. ગુજકેટના ઉમેદવારો હવે 4 જુલાઈ સુધી ગુજકેટના ફોર્મ ભરી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરતા માહિતી આપવામાં આવી છે.

ગુજકેટના ફોર્મ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પરથી ભરી શકાશે. સાથે જ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની સૂચનાઓ અને માહિતી પુસ્તિકા પણ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

Last Updated on June 30, 2021 by Pritesh Mehta

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags