VTV News

1.2M Followers

તૈયારીઓ / 2022 પહેલા ગુજરાતના ગામડાઓમાં મોટું કામ કરવાની તૈયારીમાં સરકાર, હજારો કરોડનો છે પ્લાન!

04 Jul 2021.12:28 PM

કોરોના કાળમાં રોજગારી ગુમાવનાર લોકોને રાજગારી મળી રહે તે માટે ભાજપ રોજગારી વધારવા તેમજ લોકોની રોજગારી આપવાની પહેલ કરી રહ્યું છે.

  • 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટા સમાચાર
  • ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી સર્જન કરવાનું આયોજન
  • 4 હજાર કરોડનું ભંડોળ ફાળવવાનું આયોજન

ગુજરાત સરકાર 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા લોકોને આકર્ષવા માટે ભાજપ હવે કમાન કસી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેથી હવે કોરોના કાળમાં રોજગારી ગુમાવનાર લોકોને રાજગારી મળી રહે તે માટે ભાજપ રોજગારી વધારવા તેમજ લોકોની રોજગારી આપવાની પહેલ કરી રહ્યું છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટા સમાચાર

કોરોના કાળમાં ગ્રામીણ ક્ષેત્રે રોજગારીનું સર્જન કરવાનું ભાજપે મન મનાવી લીધું છે. જેની સમગ્ર જવાબદારી કેબિનેટમંત્રી આર.સી ફળદુને સોંપાઈ છે, કોરોના મહામારીને લીધે ગામડાઓ પણ અસર ગ્રસ્ત થયા છે જેને લઈ ગામલોકોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળે છે તેવા સંજોગોમાં ગામડાઓને રિઝવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવનાર છે.

કેબિનેટ મંત્રી આર.સી. ફળદુને સોંપાઈ જવાબદારી

કોરોનાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી મામલે લોકોમાં ભારે રોષ છે.આ કારણો સર ચૂંટણીને અનુલક્ષી સરકાર આયોજન કરી રહી છે જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી સર્જન કરાશે આ માટે સરકારે 4 હજાર કરોડનું ફંડ ફાળવવાનું આયોજન કર્યું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી સર્જન કરવાનું આયોજન

વિકાસલક્ષી કાર્યો શરૂ કરવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી આવાસ, મનરેહા, રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન, સ્વચ્છ ભારત મિશન, મખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન યોજના સહિતની યોજનાઓ દ્વારા લોકોને રોજગારી આપવામાં આવશે.

4 હજાર કરોડનું ભંડોળ ફાળવવાનું આયોજન

આ યોજના માટે કેબિનેટ મંત્રી આર.સી. ફળદુને જવાબદારી સોંપવામાં આવી છે.. જેમાં વિવિધ જિલ્લામાં આર.સી. ફળદુ પ્રવાસ કરશે અને ત્યાર બાદ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપશે. રિપોર્ટના આધારે અભ્યાસ કરાશે ત્યાર બાદ યોજનાની જાહેરાત કરવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags