GSTV

1.4M Followers

ખુશખબર : ગુજરાતમાં આ તારીખ બાદ વરસશે જોરદાર વરસાદ, 40 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતરને મળશે મોટુ જીવતદાન

06 Jul 2021.7:25 PM

Last Updated on July 6, 2021 by Karan

રાજ્યમાં ચાલુ વર્ષે તા. ૫ જૂલાઈ સુધીમાં અંદાજીત ૪૦.૫૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં ૧૨૨.૯૪ મી.મી. વરસાદ નોંધાયો. ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ખેડૂતો હાલમાં ઉચાટ ધરાવી રહ્યાં છે. સરકારે આજે જ 2 કલાક વધારે વીજળી આપવાની જાહેરાત કરી ખરીફ પાક બચાવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનો છાંટો પણ ન પડતાં ઉભો પાક મૂરઝાઈ રહ્યો છે. હાલના સમયે પાકને પિયતની સૌથી વદારે જરૂરિયાત હોય છે. જેને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી.

રાહત કમિશનરએ જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ૦૪ મી.મી. વરસાદ નોધાયો હતો. રાજયમાં અત્યાર સુઘી તા.૦૬/૦૭/૨૦૨૧ અંતિત ૧૨૨.૯૪ મીમી વરસાદ નોંધાયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૧૪.૬૪% છે.

ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૪૭.૩૯% વાવેતર

IMDના અઘિકારીએ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે જયારે તા.૧૧મી જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે.

કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા.૦૫/૦૭/૨૦૨૧ સુધીમાં અંદાજીત ૪૦.૫૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૪૦.૮૯ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૪૭.૩૯% વાવેતર થયુ છે.

૨૦૬ જળાશયોમાં ૨,૦૫,૪૪૦ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૩૯,૭૭૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૧.૮૪% છે. રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૦૫,૪૪૦ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૬.૮૬% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-૦૩ જળાશય, એલર્ટ ૫ર કુલ- ૦૩ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ ૦૫ જળાશય છે.
એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૫ ટીમો ડીપ્લોય કરી દેવામાં આવી છે જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત,
૧-નવસારી, ૧-રાજકોટ, ૧-ગીર સોમનાથ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે જ્યારે ૮- ટીમ વડોદરા અને ૨ ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જી.એમ.બી., કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.તથા સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીઓ ઓનલાઇન મીટીગમાં જોડાયા હતા અને ચોમાસા અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.

Last Updated on July 6, 2021 by Karan

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags