નવગુજરાત સમય

279k Followers

AICTEએ એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરતાં નવું સત્ર શરૂ થવામાં એક માસ કરતાં વધુ વિલંબ થશે

17 Jul 2021.07:22 AM

યુ.જી. અને પી.જી. ઉપરાંત ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયામાં પણ એકથી દોઢ માસનો ફેરફાર કરાયો

પહેલું સેમેસ્ટર ટૂંકાવવુ પડે અથવા દરેક સેમેસ્ટરમાં એક માસ ટૂંકાવવો પડે તેવી સ્થિતિ

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફરીવાર એેકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરવામાં આવ્યો

નવગુજરાત સમય, અમદાવાદ

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા અગાઉ જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડરમાં અગત્યના ફેરફાર કરીને નવુ એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નવા એકેડેમિક કેલેન્ડરના કારણે નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં અંદાજે એકથી દોઢ માસ જેટલો વિલંબ થશે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

અગાઉ જૂના કેલેન્ડર પ્રમાણે 15મી સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હતું તે હવે નવા કેલેન્ડર પ્રમાણે 25મી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. એટલે કે અંદાજે એક માસને 10 દિવસ જેટલુ મોડુ સત્ર શરૂ કરાશે.

દેશમાં કોરોના મહામારીના કારણે દરેક રાજ્યોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવતુ હોય છે. અગાઉ કાઉન્સિલે જે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યુ હતુ તેમાં દરેક રાજ્યની ટેકનિકલ કોલેજોમાં 31મી ઓગસ્ટ સુધીમાં પહેલો રાઉન્ડ પૂરો કરી દેવાની તાકીદ કરવામાં આવી હતી. આજ રીતે 9મી સપ્ટેમ્બરે બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાની તાકીદ કરવામાં આવી હતી. આજ રીતે પી.જી. કોર્સમાં 10મી જુલાઇ સુધીમાં પ્રવેશ પૂરો કરવા સૂચના આપવામાં આવી હતી. હવે કાઉન્સિલ દ્વારા નવુ એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યુ છે. નવા કેલેન્ડર પ્રમાણે હાલમાં 25મી ઓક્ટોબર સુધીમાં પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. 30મી ઓક્ટોબર સુધીમાં ડિપ્લોમાથી ડિગ્રીના વિદ્યાર્થીઓ માટેની કાર્યવાહી કરવાની રહેશે. દેશમાં જુદા જુદા રાજયોમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમા રાખીને કાઉન્સિલ દ્વારા અગાઉ એક વખત એેકેડેમિક કેલેન્ડર જાહેર કર્યા પછી તેમાં ફેરફાર કરીને એકથી દોઢ માસનો વિલંબ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. કાઉન્સિલના આ નિર્ણયના કારણે દરેક રાજ્યોએ પોતાની પ્રવેશ પ્રક્રિયામાં પણ ફેરફાર કરવો પડશે.

AICTES એ જાહેર કરેલુ નવુ એકેડેમિક કેલેન્ડર

વિગતો તારીખ
નવી કોલેજોને મંજૂરી આપવાની પ્રક્રિયા 15મી જુલાઇ
પીજીડીએમ-પીજીસીએમમાં પહેલા રાઉન્ડ પૂરો 2જી ઓગસ્ટ
પ્રવેશ રદ કરાવવા માટે 6 ઓગસ્ટ
યુનિવર્સિટી સાથે જોડાણ લવાની પ્રક્રિયા 10મી ઓગસ્ટ
પ્રવેશ પૂરો કરવાની છેલ્લી તારીખ 11મી ઓગસ્ટ
પહેલાં રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવી 30મી સપ્ટે.
પહેલાં રાઉન્ડ બાદ કલાસ શરૂ કરવાની 1લી ઓક્ટો.
બીજો રાઉન્ડ પૂરો કરવાની પ્રક્રિયા 10મી ઓક્ટો.
પ્રવેશ રદ કરાવવા સહિતની કાર્યવાહી 15મી ઓક્ટો.
પહેલાં વર્ષમા પ્રવેશ લેનારા માટે વર્ગો શરૂ 25મી ઓક્ટો.
ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા 30મી ઓક્ટો.

સેમેસ્ટર ટૂંકાવવા પડે- પહેલંુ સેમેસ્ટર અડધુ કરવું પડેશે

એઆઇસીટીઇ દ્વારા પ્રવેશ અને શૈક્ષણિક સત્ર શરૂ કરવા માટે જાહેર કરેલા નવા એકેડેમિક કેલેન્ડરના કારણે પ્રવેશ શરૂ કરવાથી લઇને પહેલુ સત્ર વ્યવસ્થિત શરૂ થાય તેમાં અંદાજે બેથી અઢી માસનો વિલંબ થાય તેમ છે. ઇજનેરી કોલેજના સંચાલકો કહે છે 1લી ઓગસ્ટના બદલે હવે ઓક્ટેબર સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. છેલ્લો પ્રવેશ પૂરો કર્યા બાદ 25મી ઓક્ટોબરથી શૈક્ષણિક સત્ર કરવાનું રહેશે. વાસ્તવિક સ્થિતિમાં નવેમ્બરથી શૈક્ષણિક સત્ર શરૂ થાય તેમ છે. આમ થાય તો ફેબ્રુઆરીમાં પરીક્ષા આવે તો ત્રણ માસનું સેમેસ્ટર થાય તેમ છે. દરેક સેમેસ્ટરમાં છ માસના બદલે પાંચ માસનું કરવુ પડે અથવા તો પહેલું સેમેસ્ટર અડધુ કરવુ પડે તેવી સ્થિતિ થઇ છે. ​​​​​​

ડિગ્રીમાં પ્રવેશ માટે વિલંબ ડિપ્લોમા પ્રવેશ માટે મુશ્કેલી

રાજયમાં હજુ સુધી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટેની કોઇ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. કાઉન્સિલ દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવ્યા બાદ હવે ડિગ્રી પ્રવેશ સમિતિ દ્વારા પણ પ્રક્રિયા શરૂ કરવામાં વિલંબ કરવામાં આવે તેવી શકયતાં છે. જોકે, હાલમાં ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરી દીધી છે જેમાં એક વખત રજિસ્ટ્રેશનની મુદત લંબાવવામા આવી છે. આગામી દિવસોમાં નવા એકેડેમિક કેલેન્ડરને ધ્યાનમાં રાખીને હજુ વધારે મુદત લંબાવવી પડે તેવી શકયતાં છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Navgujarat Samay

#Hashtags