Zee News ગુજરાતી

734k Followers

મોદી સરકારનો મોટો પ્લાન, 500 રૂપિયાના પ્રીમિયમમાં મળશે ઢગલાબંધ લાભ, હવે નહીં રહે ઘરની ચિંતા!

30 Jul 2021.12:38 PM

નવી દિલ્લીઃ Home Insurance Scheme માં ભૂકંપ, પૂરથી નુકસાન પર 3 લાખનું કવરેજ મળશે. આ સિવાય 3 લાખ સુધીની રકમ ઘરના સામાન અને 3-3 લાખનું પર્સનલ એક્સીડેન્ટ કવર પરિવારના બે સભ્યોને આપવામાં આવશે. મોદી સરકાર એક એવી સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે જેમાં ભૂકંપ અથવા પૂર જેવી કુદરતી આપત્તિમાં મકાનનું નુકસાન કરવા કરાશે. પ્રધાનમંત્રી જ્યોતિ વિમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (PMSBY) હેઠળ કરોડો લોકોને સુરક્ષા કવચ આપ્યા બાદ હવે કેન્દ્ર સરકાર ઘરની સુરક્ષા સ્કીમ લોન્ચ કરી શકે છે. જેમાં મકાનના નુકસાનની સાથે સાથે સામાન અને પર્લનલ એક્સિડેન્ટ કવરેજનો પણ સમાવેશ થશે.

સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, કેન્દ્ર સરકાર હોમ ઈનશ્યોરન્સ સ્કીમ (Home Insurance Scheme) હેઠળ કુદરતી આપત્તિ જેમ કે, પૂર, ભૂકંપ દરમિયાન લોકોના ઘરોને થતાં નુકસાનને કવર કરવા માટે 3 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ કવરેજ આપશે.

આ સાથે જ 3 લાખ રૂપિયા સુધીનું કવરેજ ઘરના સામાનનું હશે અને 3-3 લાખ રૂપિયાનું પર્સનલ એક્સીડેન્ટ કવર પોલીસી લેનારા પરિવારના બે સભ્યોને અપાશે.

જાણકારી મુજબ, કેન્દ્ર સરકારની યોજના જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ હેઠળ થશે અને તેનું પ્રીમિયમ લોકોના બેન્ક અકાઉન્ટ સાથે લિંક થશે. જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ તરફથી પ્રતિ પોલિસીનું કોટેશન 1 હજાર રૂપિયાથી વધુ અપાશે પરંતુ સરકાર આ પોલિસીનું પ્રીમિયમ 500 રૂપિયાની આસપાસ રાખવા માગે છે. ભારે વરસાદ અને અન્ય કુદરતી આપત્તિથી થતાં નુકસાન સામે લોકોને સુરક્ષા કવચ આપવાના ઈરાદા સાથે કેન્દ્ર સરકાર ઉચ્ચ સ્તરે આ યોજના બનાવવાનો પ્લાન કરી રહી છે.

PMJJBY, PMSBYમાં છે 4 લાખ સુધીનું કવરેજ:
મોદી સરકાર તરફથી સોશિયલ સિક્ટોરિટીની બે સ્કીમ પહેલાથી જ ચાલી રહી છે. જેમાં એક પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY) છે. જેને 2015માં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્કીમમાં 55 વર્ષ સુધીની ઉંમર સુધી લાઈફ કવર મળશે છે. જો કોઈ કારણે ઈન્શ્યોર્ડ વ્યક્તિનું મૃત્યુ થાય તો નોમિનીને 2 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. આ સ્કીમનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. 18થી 50 વર્ષ સુધીની ઉંમર સુધી આ સ્કીમનો લાભ લઈ શકાય છે.

બીજી સ્કીમ પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (PMSBY) છે. તેને પણ 2015માં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્કીમમાં ઈન્શ્યોર્ડ વ્યક્તિનું જો અકસ્માતમાં મોત થાય અથવા તો પૂરી રીતે વિકલાંગ થાય તો 2 લાખ રૂપિયાનો એક્સિડેન્ટ વિમો મળે છે. સામાન્ય વિકલાંગ થવા પર 1 લાખ રૂપિયાનું કવર મળે છે. 18થી 70 વર્ષ સુધીની ઉંમરના ભારતીયોને આ સ્કીમનો લાભ મળી શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags