GSTV

1.3M Followers

Exam / રાજ્યમાં આવતી કાલે યોજાશે સિનિયર ક્લાર્ક વર્ગ-3 ની પરીક્ષા, 18 હજારથી વધુ ઉમેદવારો આપશે કસોટી

30 Jul 2021.3:54 PM

Last Updated on July 30, 2021 by Bansari

રાજ્યમાં શનિવારના રોજ એટલે કે આવતી કાલે તારીખ 31 જુલાઇના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે. જેમાં 18 હજારથી વધુ ઉમેદવારો ગુજરાત ગૌણ સેવાની કસોટી આપશે. સવારે ૧૧થી બપોરના ૨ દરમિયાન પરીક્ષા લેવાશે. કુલ ૧૪૯૭ જગ્યા માટે પરીક્ષા યોજાશે. તમને જણાવી દઇએ કે, ૧૧૦૫ કેન્દ્રો પર ૨ લાખ ૮૦ હજાર પ૭૪ ઉમેદવારો પરીક્ષા આપશે.

રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જુનાગઢ, મહેસાણા, આણંદ અને સાબરકાંઠામાં પરીક્ષા યોજાશે.

ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાશે. જેમાં ભાવનગર જિલ્લામાં કુલ 73 સેન્ટર પર 18,308 ઉમેદવારો આ કસોટી આપશે.

તદુપરાંત આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયતાથી શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ અસામાજિક તત્વો એકઠાં થઇને પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તે માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે હેતુથી પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ સિવાય પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags