ABP અસ્મિતા

414k Followers

રાજ્ય સરકારે સરકારી કર્મચારી-પેન્શનરોને આર્થિક ફાયદો કરાવતો લીધો મોટો નિર્ણય, જાણો વિગત

30 Jul 2021.4:35 PM

ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓને મોઘવારી ભથાના બાકી એરિયસનો લાભ અપાશે. 1 જૂલાઇ 2019 થી પાંચ ટકા મોઘવારી ભથ્થુ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. 1-07 થી 31-12 2019 સુધીના 6 મહિનાના મોંઘવારી ભથાની તફાવતની રકમ પેન્શનરો અને કર્મચારીઓને ચૂકવાશે.

રાજ્ય સરકારે વધુ એક અધિકારી/કર્મચારી/પેન્શનરો માટે હિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજાર થી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ અપાશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ મળશે.

રાજ્ય સરકારને રૂ. ૪૬૪ કરોડનો વધારાનો ખર્ચ થશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.૦૧.૦૭.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨૦૧૯ સુધી એમ કુલ-૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-૨૦૧૯થી સપ્ટેમ્બર-૨૦૧૯ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બૈકી રહેતા ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયર્સની ચુકવણી બાકી હતી. તે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો નિર્ણય કર્યો છે.

નીતિન પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરો રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ / કર્મચારીઓ / પેન્શનરોને ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે. આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ-૪૬૪ કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશીના સમાચાર, રાજ્ય સરકાર ટૂંકમાં લેશે નિર્ણય

ગાંધીનગરઃ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈ રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે. મોંઘવારી ભથ્થા માટેના આખરી નિર્ણય માટે ફાઇલ નાણાં મંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે પહોંચી છે. નાણાં મંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી બેઠક શરૂ કરી છે.

નાણાં વિભાગના અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બેઠક યોજાઇ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી આખરી નિર્ણય લેશે. બંધ થયેલા મોંઘવારી ભથ્થા ની શરૂઆત અને કેન્દ્ર સરકાર ના ધોરણે ભથ્થું આપવા બાબતે નિર્ણય લેવાશે. ગણતરીના દિવસોમાં મોંઘવારી ભથ્થા બાબતે જાહેરાત થઈ શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita

#Hashtags