GSTV

1.3M Followers

દિકરીઓ માટે ખાસ / લગ્નના સમયે મળશે 27 લાખ રૂપિયા, LICની આ સ્કીમમાં દૈનિક જમા કરો માત્ર 121 રૂપિયા

31 Jul 2021.11:01 PM

Last Updated on July 31, 2021 by Zainul Ansari

માતા-પિતા દિકરીના જન્મની સાથે જ તેમના સારામાં સારા ભવિષ્ય માટે રૂપિયા ભેગા કરવાનું શરૂ કરી દેતા હોય છે. સારી ઈન્વેસ્ટમેંટ પોલિસી લેવાની પ્લાનીંગ કરવા લાગે છે. આવા સમયે ભારતીય જીવન વિમા નિગમ (LIC)એ દિકરીઓને ધ્યાને રાખીને ખાસ સ્કીમ લાવ્યા છે જેનું નામ છે એલઆઈસી કન્યાદાન પોલીસી. આ સ્કીમમાં ઓછી આવકવાળા માતા-પિતા પોતાની દિકરીના લગ્ન માટે સારામાં સારા રૂપિયા એકઠા કરી શકે છે.

જાણો આ પોલિસી વિશે વધુ વિગત

એલઆઈસીની કન્યાદાન પોલિસી અંતર્ગત એક રોકાણકાર દરરોજ 130 રૂપિયા વાર્ષિક 47,450 રૂપિયા જમા કરાવાના રહેશે.

પોલિસીનો સમય 3 વર્ષથી ઓછા સમય માટે પ્રીમિયમ ચુકવણી કરવાની રહેશે. 25 વર્ષ બાદ એલઆઈસી તેને લગભગ 27 લાખ રૂપિયાનું ચુકવણુ કરશે. LIC Kanyadaan policy માં રજીસ્ટ્રેશન કરવા માટે રોકાણકારની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ. જ્યારે દિકરીની ઉંમર ઓછામાં ઓછી 1 વર્ષ હોવી જોઈએ.

મેચ્યોરિટી પર મળશે 27 લાખ રૂપિયા

આ પોલીસીમાં મીનિમમ મેચ્યોરિટી પિરિયડ 13 વર્ષ છે. જો કોઈ કારણવશ વિમાધારક વ્યક્તિનું મોત થઈ જાય છે, તો એલઆઈસીની તરફથી આ વ્યક્તિને વધારાના 5 લાખ આપે છે. કોઈ વ્યક્તિ પાંચ લાખનો વિમો લે છે, તો તેને 22 વર્ષ સુધી માસિક હપ્તો 1951 રૂપિયા આપવાનો રહેશે. સમય પુરો થતાં એલઆઈસી તરફથી 13.37 લાખ રૂપિયા મળશે. આવી જ રીતે જો કોઈ વ્યક્તિ 10 લાખનો વિમો લે છે, તો તેને દર મહિને 3901 રૂપિયાનો હપ્તો ચુકવવાનો રહેશે. 25 વર્ષ બાદ એલઆઈસી તરફથી 26.75 લાખ રૂપિયા મળશે.

ટેક્સમાંથી પણ મળશે છૂટ

ઈન્કમ ટેક્સ અધિનિયમ 1961ની કલમ 80સી અંતર્ગત એક રોકાણકાર પ્રીમિયમ પર ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. ટેક્સ છૂટ અધિનિયમ 1.50 લાખ રૂપિયા સુધી છે. જણાવી દઈએ કે, આ સ્કીમમાં અરજી કરવા માટે આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર, ઓળખાણ પત્ર, જન્મ પ્રમાણપત્ર જેવા મહત્વના દસ્તાવેજોની જરૂર પડે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags