GSTV

1.3M Followers

સોનેરી તક / ITI પાસ યુવાનો માટે રેલવેમાં નિકળી બંપર ભરતી, આવી રીતે કરો અરજી

01 Aug 2021.8:31 PM

Last Updated on August 1, 2021 by Zainul Ansari

ઉત્તર મધ્ય રેલવે તરફથી નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવેએ 1664 એપ્રેન્ટિસ પોસ્ટની ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા સોમવારથી શરૂ થશે. જે યુવાનોએ સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ મેળવ્યું છે તેમના માટે નોકરીની આ સુવર્ણ તક છે કારણ કે આ પોસ્ટની ભરતી મેરિટના આધારે કરવામાં આવશે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રેલવે રિક્રૂટમેન્ટ સેલ સિલેક્ટ કરેલા કેન્ડિડેટની મેરિટ લિસ્ટ જાહેર કરશે.

ઘણા ડિવીઝનમાં થશે નિમણૂંક

એપ્રેન્ટિસની આ પોસ્ટ વિવિધ વિભાગોમાં કાઢવામાં આવી છે.

રેલવે એડ મુજબ પ્રયાગરાજ ડિવીઝનમાં 364, ઝાંસી ડિવીઝનમાં 480, ઝાંસી વર્કશોપમાં 185 અને આગ્રા ડિવીઝનમાં 296 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. કેટેગરી મુજબની ખાલી જગ્યા જોવા માટે તમે વેબસાઇટ પર જઇ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.

ભરતીની જરૂરી તારીખ

RRC નોર્થ સેન્ટ્રલ રેલવે અનુસાર આ પોસ્ટ માટે લાયક ઉમેદવારો 2 ઓગસ્ટ 2021થી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર 2021 છે. અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ પણ 1 સપ્ટેમ્બર છે. કોઈપણ પ્રકારની પરેશાનીને ટાળવા માટે તમારે છેલ્લી તારીખ પહેલા અરજી ફોર્મ ભરી લેવું.

જરૂરી યોગ્યતા અને વય મર્યાદા

રેલવેના જણાવ્યા અનુસાર જે યુવાનો હાઇસ્કૂલમાં 50 ટકા માર્ક્સ અને સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇમાં પાસ થયા હોય તેઓ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. તે બધા પાસે NCVT દ્વારા પ્રમાણિત ITI પ્રમાણપત્ર હોવું જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો 15 વર્ષથી 24 વર્ષ સુધીના ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા પાત્ર છે.

એપ્લિકેશન ફી

અરજી ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઇડબલ્યુએસ કેટેગરી માટે તે 100 રૂપિયા છે. જ્યારે અરજી SC-ST અને મહિલાઓ માટે મફત છે.

આવી રીતે કરો અરજી

એપ્રેન્ટિસની આ જગ્યાઓ માટે અરજી કરવાની લિંક 2 ઓગસ્ટ, 2021 ના ​રોજ એક્ટિવ થશે. અરજી ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમે રેલવે રિક્રૂટમેન્ટ સેલ નોર્થ સેન્ટ્રલ રેલવેની વેબસાઇટ https://ncr.indianrailways.gov.in પર જાઓ. અહીં તમને આ ભરતીની એડ અને અરજી ફોર્મની લિંક મળશે. તમે ત્યાં આપેલા સ્ટેપ્સને ફોલો કરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags