ખિસ્સું

29k Followers

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ડીજીટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI લોન્ચ કરશે: જાણો કઈ યોજનાઓને ફાયદો થશે

02 Aug 2021.12:17 PM

ભારત આજે ડિજિટલ પેમેન્ટનાં ક્ષેત્રમાં વધુ એક મોટુ પગલુ ભરવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિગ દ્વારા ઈ વાઉચર આધારિત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI લોન્ચ કરશે.

e-RUPI શું છે?
e- RUPI ડિજિટલ પેમેન્ટનુ કેશલેસ અને કોન્ટેકલેસ માધ્યમ છે. આ એક QR કોડ અથવા SMS આધારિત ઇ વાઉચર છે. જે લાભાર્થીઓના મોબાઇલ પર પહોંચાડવામાં આવે છે. આ પેમેન્ટ મિકેનીઝમ યુઝર્સ વિના, ઈન્ટરનેટ બેન્કિંગ વિના સર્વિસ પર વાઉચર રિડીમ કરી શકે છે. કલ્યાણકારી સેવાઓની લીક પ્રૂફ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે આ એક ક્રાંતિકારી પગલુ સાબીત થઈ શકે છે.

આ પણ વાંચો: ઓગસ્ટ મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો: જાણો ગુજરાતનાં દરેક જિલ્લાના ભાવો

આ યોજનાઓને ફાયદો થશે:- RUPI પ્લેટફોર્મનો ઉપયોગ ઘણી સામાજિક કલ્યાણકારી યોજનાઓમાં થઈ શકે છે.

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ખાતર સબસીડી, ટીબી નબુદી કાર્યક્રમો, પોષણ સહાય આપવા માટેની યોજનાઓ હેઠળ સેવાઓ પૂરી પાડવા માટે કરી શકાય છે. ખાનગી ક્ષેત્રો પણ તેમના કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજીક કાર્યક્રમોનાં ભાગ રૂપે આ ડિજિટલ વાઉચર નો ઉપયોગ કરી શકે છે.

ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઇન પેમેન્ટ ને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. આ પ્લેટફોર્મ નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા નાણાકિય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- નોકરિયાતો માટે સારા સમાચાર: 7 લાખ રૂપિયા સુધીની આ સુવિધા ફ્રીમાં મળશે, જાણો વિગતે ⁠⁠⁠⁠⁠⁠⁠

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Khissu Gujarati

#Hashtags