GSTV

1.3M Followers

BIG BREAKING / CBSEના ધોરણ 12ના પરિણામથી નારાજ છો તો થઇ જાવ તૈયાર, આ તારીખથી લેવાશે નવી પરીક્ષા

02 Aug 2021.7:52 PM

Last Updated on August 2, 2021 by Karan

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા CBSE 12મી કમ્પાર્ટમેન્ટ/ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા સંબંધિત મહત્વની નોટિસ બહાર પાડી છે. સીબીએસઈના જણાવ્યા અનુસાર 16 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર 2021 સુધી એવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ લેવામાં આવશે, જેઓ તેમના પરિણામથી સંતુષ્ટ નથી અથવા માર્ક્સ સુધારવા માટે પરીક્ષામાં હાજર રહેવા ઈચ્છે છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓ CBSE દ્વારા બહાર પાડવામાં આવેલા મુખ્ય 19 વિષયોની કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે ધોરણ 10ના કમ્પાર્ટમેન્ટ વાળા વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે.

CBSEએ જણાવ્યું કે 12માના વિદ્યાર્થીઓ માટે કમ્પાર્ટમેન્ટ/ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા CBSE ધોરણ 12મી અને ટેબ્યુલેશન પોલિસીમાં કરવામાં આવેલી જાહેરાત હેઠળ થશે.

12માના જે વિદ્યાર્થી કમ્પાર્ટમેન્ટ/ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષામાં ભાગ લેશે તેમને આ નીતિ હેઠળ પરીક્ષામાં મળનારા માર્ક્સ જ ફાઇનલ માનવામાં આવશે. એટલે જો તમે પરિક્ષામાં આંતરિક મૂલ્યાંકન કરતા ઓછા માર્ક્સ મેળવો છો તો પણ આ તમારા ફાઇનલ ગુણ હશે.

તેની સાથે જ 2019ની પરીક્ષામાં ભાગ લેનારા જે વિદ્યાર્થીઓનું પરિણામ Compartment જાહેર થયું છે અને જુલાઈ 2019માં આપેલા ફર્સ્ટ ચાન્સમાં પાસ નથી થયા, તેમને બીજી તક આપવા માટે જણાવવામાં આવ્યું હતુ, એવા વિદ્યાર્થી પણ ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં આયોજિત થનારી પરીક્ષામાં ભાગ લઇ શકે છે. આ પ્રકારે 2020ના પરિણામમાં કમ્પાર્ટમેન્ટ મેળવનારા વિદ્યાર્થી પણ પ્રાઇવેટ વિદ્યાર્થી તરીકે આ પરીક્ષામાં ભાગ લઇ શકશે.

CBSEના વિદ્યાર્થીઓને નહીં આપવી પડે પરીક્ષાની ફી

CBSE બોર્ડે જણાવ્યું કે જે વિદ્યાર્થી પોતાના પરીણામથી સંતુષ્ટ નથી અને પરીક્ષામાં બેસવા માગે છે, તેમને કોઇ પણ પ્રકારની ફી નહીં ચુકવવી પડે. તેની સાથે જ 2019 અથવા 2020ના કમ્પાર્ટમેન્ટ સેકન્ડ અટેમ્પ્ટવાળા વિદ્યાર્તીઓને પણ કોઈ ફી નહીં ચુકવવી પડે કારણ કે તેઓએ પહેલા જ કમ્પાર્ટમેન્ટ ફી ચુકવી દીધી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 (CBSE Class 12th Result) નું રિઝલ્ટ આ સપ્તાહે જાહેર થયું હતું. આ વર્ષે 12માં ધોરણમાં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આવ ખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા રહી હતી. 65184 થી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું નથી. અત્રે જણાવવાનું કે અનેક શાળાઓ કાં તો ખોટો ડેટા આપે છે અથવા તો સમયપર ડેટા જમા કરાવતા નથી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags