VTV News

1.2M Followers

ધાર્મિક ઉજવણી / જન્માષ્ટમી અને રક્ષાબંધનની ઉજવણી મુદ્દે પ્રદીપસિંહનું નિવેદન, જાણો તહેવારમાં છૂટછાટ મળશે કે નહીં

22 Jul 2021.8:26 PM

  • તહેવારોને લઇ રાજ્ય સરકારે કરી તૈયારીઓ
  • શ્રાવણ મહિનામાં આવતા તહેવારો મુદ્દે પ્રદીપસિંહનું નિવેદન
  • "તહેવારો મુદ્દે કોર કમિટીમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે"
  • રાજ્યમાં તહેવારોને લઇ સરકારે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે શ્રાવણ મહિનામાં આવતા તહેવારો મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, તહેવારો મુદ્દે કોર કમિટીમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે. મેળામાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન થવું મુશ્કેલ છે. કોર કમિટીમાં નિર્ણય લઇ જરૂરી માર્ગદર્શન અપાશે. ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, સાતમ-આઠમ સહિતના તહેવાર આવશે. જેને લઇ રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી છે.


    કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

    15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી

    જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે. પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે. સ્વાતંત્ર્ય પર્વને લઈ ગૃહ વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. ગૃહ વિભાગ પોતાના અભિપ્રાય સરકારને આપશે. કોરોના દરમિયાન ગાઈડલાઈન આનુસંગિક અભિપ્રાય આપશે. સંભવિત ત્રીજી લહેર પૂર્વે ગૃહ વિભાગે તૈયારી શરૂ કરી છે.

    મહત્વનું છે કે, ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ઓગસ્ટ મહિનામાં 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થશે. જેને લઈ સરકાર દ્વારા 5 વર્ષના કાર્યકાળની ઉજવણી થશે. રાજ્યમાં 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અલગ-અલગ નામ સાથે કાર્યક્રમનું આયોજન કરાયું છે.

    રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

    1 ઓગસ્ટે જ્ઞાન શક્તિ શિક્ષણ કાર્યકમ
    2 ઓગસ્ટની સંવેદના દિવસ તરીકે ઉજવણી કરાશે
    4 ઓગસ્ટ મહિલા નારી ગૌરવ દિવસ તરીકે ઉજવાશે
    5 ઓગસ્ટ કિસાન સન્માન દિવસ ઉજવાશે
    6 ઓગસ્ટ રોજગાર દિવસ તરીકે ઉજવણી કરાશે
    7 ઓગસ્ટને વિકાસ દિવસ તરીકે ઉજવાશે
    9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે
    આદિવાસી વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન કરાશે
    મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

    ગુજરાતમાં શાળા ખોલવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન

    ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન ફરી રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે ધોરણ 9,10 અને 11ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાને લઈને મહત્વની મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આગામી ઓગસ્ટ માસમાં ગુજરાતની શાળાઓમાં ધોરણ-9,10 અને 11નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવી શકે છે.

    અગાઉ ધો.12 અને કોલેજોનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની અપાઈ હતી મંજૂરી

    અગાઉ સરકારે 50 ટકા કેપેસિટી સાથે ધો. 12 અને કોલેજોને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપી હતી. ત્યારે ફરી એક વખત આજની કેબિનેટ બેઠકમાં વર્તમાન સ્થિતિને જોતા હવે ધો. 9થી 11માં પણ ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપવામાં આવી છે.

    CM રૂપાણીએ પણ આપ્યું હતું નિવેદન

    રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણી કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરાશે.

    કેન્દ્રની ગાઈડલાઈન બાદ નિર્ણય લેવાનું CM રૂપાણીએ આપ્યું નિવેદન

    હાલની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ અંગે અભિપ્રાય લઇશું. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.

    ઓક્સિજનની અછતથી મૃત્યુના આક્ષેપ મામલે CM રૂપાણીનું નિવેદન

    રાજ્યમાં ઓક્સિજનથી અછતથી થયેલા મૃત્યુના આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે ખોટા પ્રહાર કરે છે. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓક્જિનની અછતથી કોઇ મૃત્યુ થયાં નથી.

    ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાને લઈને શિક્ષણમંત્રીને શિક્ષક સંઘે લખ્યો પત્ર

    રાજ્યમાં ઓફલાઇન સ્કૂલ શરૂ કરવા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને પત્ર લખ્યો છે. તેમણે શાળામાં રોટેશન પદ્ધતિ આધારે સ્કૂલ શરૂ કરવા બાબતે રજૂઆત કરી છે. પ્રથમ તબક્કે 6થી 8ના ક્લાસ શરૂ કરવા બાબતે કરાઇ રજૂઆત કરી છે. ગાંધીનગરમાં શિક્ષક સંઘની મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

    જેમાં ઓફલાઈન શિક્ષણ માટે જિલ્લા પ્રમાણે અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ઓનલાઈન શિક્ષણમાં નેટવર્ક બાબતે થતી મુશ્કેલી મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. શેરી શિક્ષણમાં બાળકોને બેઠક વ્યવસ્થામાં મુશ્કેલી બાબતે પણ રજૂઆત કરાઇ છે.

    Disclaimer

    Disclaimer

    This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

    #Hashtags