GSTV

1.4M Followers

ખાસ વાંચો/ વિદ્યાર્થીઓને હવે ભણવામાં નહીં આવે કંટાળો: Jio લાવ્યું આ ધાંસૂ ફીચર, જાણો શું છે ખાસ

03 Aug 2021.4:35 PM

Last Updated on August 3, 2021 by Bansari

Jio તેના યુઝર્સ માટે આકર્ષક ફીચર્સ લાવ્યું છે. Jio એ તેની વેબ બ્રાઉઝિંગ એપ Jio Pages માં એક નવું ફીચર ઉમેર્યું છે. જેને સ્ટડી મોડ નામ આપવામાં આવ્યું છે. આ ફીચરની ખાસ વાત એ છે કે તેને વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું છે. કંપની માને છે કે સ્ટડી મોડ યુઝર્સ માટે ઘણો ઉપયોગી થશે. એટલું જ નહીં, કંપની એમ પણ માને છે કે વધુને વધુ બાળકો હવે ઘરેથી અભ્યાસ કરી રહ્યા છે, તેથી ઓનલાઇન ક્લાસીસ એક પડકાર બની રહ્યા છે. આ માટે Jio પેજમાં સ્ટડી મોડ એડ કરવામાં આવ્યો છે.

સ્ટડી મોડના ફાયદા

Jio નું નવું ફીચર સ્ટડી મોડ તેના યુઝર્સ માટે ક્લાસ વાઈઝ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે.

આમાં, યુઝર્સને તેમના વિષય અનુસાર વિડિઓ ચેનલોના નોટિફિકેશન મળે છે. આ સાથે, તે યુઝર્સને આ ચેનલને તેમની મનપસંદ કેટેગરીમાં એડ કરવાનો વિકલ્પ પણ આપે છે. આ સિવાય, એડ્યુકેશન વેબસાઇટ્સને લિંક આપવામાં આવે છે, જેથી યુઝર્સ સીધી તે વેબસાઇટ્સ સુધી પહોંચી શકે અને તેમનો સમય ગૂગલ પર સર્ચ કરવામાં વેડફાય નહીં.

જાણો કેવી રીતે મળશે Jio Pages પર Study Mode

  • JioPages પર સ્ટડી મોડનો ઉપયોગ કરવા માટે, યુઝર્સે પહેલા આ વેબ બ્રાઉઝર ડાઉનલોડ કરવું જરૂરી છે.
  • ડાઉનલોડ થયા પછી, એપ્લિકેશન ઓપન કરો.
  • અહીં તમને મોડ પસંદ કરવાનો વિકલ્પ મળશે
  • તમે તેમાં સ્વિચ મોડ વિકલ્પ પર જઈને સ્ટડી મોડને એક્ટિવ કરી શકશો.
  • તમને જણાવી દઈએ કે, Jio Pages Jio સેટ-ટોપ બોક્સ સાથે પ્રીઇન્સ્ટોલ કરેલું છે, જ્યારે અન્ય Android TV યુઝર્સ તેને Google Play Store પરથી ડાઉનલોડ કરી શકે છે.

8 ભાષાઓમાં ઉપલબ્ધ છે

Jio પેજની વાત કરીએ તો આ પ્લેટફોર્મ એકદમ સુરક્ષિત છે અને 8 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. યુઝર્સને આ વેબ બ્રાઉઝરમાં કોઈપણ વેબસાઇટની લિંક્સ સેવ કરવાની સુવિધા મળશે. આ સાથે, યુઝર્સ સરળતાથી તેમની ડિવાઇસ પર તે વેબસાઇટ સરળતાથી ઓપન કરી શકશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags