VTV News

1.2M Followers

પુનઃપરીક્ષા / ધો.12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરિણામથી અસંતુષ્ટ સ્ટુડન્ટ્સ માટે પરીક્ષાની તારીખ જાહેર

05 Aug 2021.7:43 PM

  • અસંતુષ્ઠ વિદ્યાર્થીઓની પરીક્ષા
  • માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા
  • પરીક્ષાનું સમયપત્રક જાહેર

હમણાં થોડા સમય પહેલા માસ પ્રમોસન આપવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ આ પરિણામથી અસંતુષ્ટ છે. આ અસંતુષ્ટ ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા આપશે. આથી ગુજરાત બોર્ડે ધોરણ-12 સાયન્સની પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યુ છે. આથી માસ પ્રમોશનમાં મળેલા માર્કસથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની 12 ઓગસ્ટે પરીક્ષા આપશે. આ પરીક્ષાનું આયોજન 12થી 14 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 17 જુલાઈએ પરિણામ જાહેર કરાયું હતું.

જેમાં રાજ્ય સરકારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલા પણ ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું હતું. જે ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. પરંતુ આ રીતે પરીણામ બાદ અનેક વિદ્યાર્થીઓ સંતુષ્ટ થયા નહોતા. જેને લઈ સરકાર દ્વારા અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પુનઃપરીક્ષા માટેની જાહેરાત કરાઈ હતી. જે બાદ હવે તેનું સમયપત્રક પણ જાહેર કરી દેવાયું છે.

ગુજરાતમાં ગુજકેટ

ધોરણ-12ની પરીક્ષાઓના પરીણામ જાહેર થઈ ગયા છે. ત્યારે અલગ-અલગ ડિગ્રીમાં એડમિશન માટે લેવાતી ગુજકેટ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં બેસવાના છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET)ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે, આવતીકાલે એટલે કે 6 ઓગષ્ટના રોજ GUJCETની પરીક્ષા યોજાશે.રાજ્યના 33 જિલ્લામાં 34 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સેકંડરી અને હાયર સેકંડરી બોર્ડ (GSHSEB) તરફથી આ પરીક્ષા આવતીકાલે એટલે કે 6 ઓગસ્ટના રોજ લેવામા આવશે ગણિત, બાયોલોજી, કેમેસ્ટ્રી, અને ફિજીકસ વિષયની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યમાં પરીક્ષા વ્યવસ્થા માટે 34 ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષા વ્યવસ્થા માટે 574 બિલ્ડીંગનો ઉપયોગ કરાયો છે. 5932 બ્લોકમાં પરીક્ષા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને ધ્યાને રાખી વર્ગ દીઠ 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દી માટે પરીક્ષાનું આયોજન રદ્દ કરવામાં આવ્યું છે. પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થશે સાંજે 4 કલાકે પૂર્ણ થશે જેમાં કુલ 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

  • અસંતુષ્ઠ વિદ્યાર્થીઓની પરીક્ષા
  • માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા
  • પરીક્ષાનું સમયપત્રક જાહેર
  • Disclaimer

    Disclaimer

    This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

    #Hashtags