VTV News

1.2M Followers

નિર્ણય / ગુજરાતમાં ખાનગી શાળાના સંચાલકોની મનમાની સામે વાલીઓ લઈ રહ્યા છે હવે આ નિર્ણય

06 Aug 2021.11:07 AM

  • ગુજરાતમાં સરકારી શાળામાં વધ્યા બાળકો
  • કોરોનાના કારણે આર્થિક સ્થિતિ છે જવાબદાર
  • વાલીઓ સરકારી શાળાઓ કરી રહ્યા છે પસંદ

એક તરફી ખાનગી શાળાઓ દ્વારા શાળામાં ફી વધારાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ વાલીઓના ખાનગી શાળા બદલે હવે સરકારી શાળાઓની તરફ વળી રહ્યા છે. અહેવાલમાં જાણવા મળ્યું છે કે કોરોના બાદ વાલીઓ સરકારી શાળામાં બાળકનોનું એડમિશન કરાવી રહ્યા છે.


ગુજરાતમાં સરકારી શાળામાં વધ્યા બાળકો

જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 61 હજાર જેટલા બાળકોનું ખાનગીમાંથી સરકારી શાળામાં એડમિશન થયું છે જ્યારે 32 હજારથી વધુ શાળાઓમાં વાલીઓએ પોતાના બાળકોનું સરકારી શાળામાં એડમિશન કરાવ્યું છે.

જો કે આ અહેલાલ 2014 બાદનો છે જેમાં આટલી મોટી સંખ્યામાં બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં ટ્રાન્સફર કરાવી રહ્યા છે.

કોરોનાના કારણે આર્થિક સ્થિતિ છે જવાબદાર

કોરોનાને કારણે વાલીઓની આર્થિક સ્થિતિ કથડી છે ત્યારે બાળકોને પણ ખાનગી શાળામાં ભણાવવું પરવડે તેવું નથી તો બીજી તરફી ખાનગી શાળાના સંચાલકોએ પણ FRC કમિટી સમક્ષ ફી વધારો કરવાની દરખાસ્ત કરી છે જેથી સરકારી શાળામાં એડમિશન લેનારા બાળકોની સંખ્યા હજુ પણ વધે તેવી શક્યતા છે તેવું મનાઈ રહ્યું છે. સરકારી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા 31 ઓગસ્ટ સુધી ચાલનારી છે.

વાલીઓ સરકારી શાળાઓ કરી રહ્યા છે પસંદ

એવું પણ મનાઈ રહ્યું છે કે વાલીઓ બાળકોમાં શાળામાં પ્રવેશ મળે તે માટે મોટા નેતાઓ અને ધારાસભ્યની ભલામણ કરી રહ્યા છે. AMC સંચાલિત શાળાઓમાં બાળકોના એડમિશન માટે કેટલાક ધારાસભ્યો પણ ભલામણ કરી રહ્યા છે. ઠક્કરબાપા નગરના ભાજપના ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ પોતાના વિસ્તારના 9 બાળકોના સરકારી સ્કૂલમાં એડમિશન માટે ભલામણ કરી છે.
61 હજાર બાળકોએ 32 હજાર સ્કૂલમાં લીધુ એડમિશન

આ તરફ અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલે AMC સંચાલિત શાળામાં એક બાળકના એડમિશન માટે ભલામણ કરી હોવાનું જણાઈ રહ્યું છે. જ્યારે કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતાના વિસ્તારના 17 બાળકોના સરકારી સ્કૂલમાં એડમિશન માટે ભલામણ કરી હોવાનું સામે આવ્યું છે.

  • ગુજરાતમાં સરકારી શાળામાં વધ્યા બાળકો
  • કોરોનાના કારણે આર્થિક સ્થિતિ છે જવાબદાર
  • વાલીઓ સરકારી શાળાઓ કરી રહ્યા છે પસંદ
  • Disclaimer

    Disclaimer

    This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

    #Hashtags