GSTV

1.3M Followers

ખુશખબર / નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધારી શકે છે મોદી સરકાર, જાણો શું છે ગવર્મેન્ટની યોજના

17 Aug 2021.7:22 PM

Last Updated on August 17, 2021 by Zainul Ansari

કર્મચારીઓ માટે ટૂંક સમયમાં જ ખુશખબર આવી શકે છે. હકીકતમાં વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિ તરફથી એક સૂચના જારી કરવામાં આવી છે, જેમા જણાવવામાં આવ્યું છે કે દેશમાં લોકોના કામ કરવાની વય મર્યાદા વધારવી જોઇએ. તેની સાથે જ પીએમની આર્થિક સલાહકાર સમિતિએ જણાવ્યું કે દેશમાં રિયારમેન્ટની ઉંમર વધારવાની સાથે જ યૂનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઇએ.

સીનિયર સિટીઝનની સુરક્ષા

રિપોર્ટ મુજબ આ સૂચના મુજબ કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછું 2000 રૂપિયાનું પેન્શન આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં સીનિયર સિટીઝનની સલામતી માટે વધુ સારી વ્યવસ્થાની ભલામણ કરી છે.

કૌશલ્ય વિકાસ પણ મહત્વનો છે

આ અહેવાલ મુજબ, જો કાર્યકારી વયની વસ્તી વધારવી હોય તો નિવૃત્તિની ઉંમર વધારવાની તીવ્ર જરૂર છે. સામાજિક સુરક્ષા વ્યવસ્થા પર દબાણ ઘટાડવા માટે આ કરી શકાય છે. રિપોર્ટમાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે કૌશલ્ય વિકાસની પણ વાત કરવામાં આવી છે.

સરકારે નીતિ બનાવવી જોઈએ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે એવી નીતિઓ બનાવવી જોઈએ જેથી કૌશલ્ય વિકાસ થઈ શકે. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્ર, દૂરના વિસ્તારોમાં રહેનારા, શરણાર્થીઓ, સ્થળાંતર કરનારાઓ કે જેમની પાસે તાલીમ મેળવવાના સાધન નથી, પણ તેમને તાલીમ મળવી જોઈએ.

વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 રિપોર્ટ

નોંધનીય છે કે વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 મુજબ વર્ષ 2050 સુધીમાં ભારતમાં લગભગ 32 કરોડ વરિષ્ઠ નાગરિકો હશે. એટલે કે દેશની લગભગ 19.5 ટકા વસ્તી નિવૃત્ત વર્ગમાં જશે. વર્ષ 2019 માં, ભારતની લગભગ 10 ટકા વસ્તી અથવા 140 મિલિયન લોકો વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags