GSTV

1.3M Followers

ખુશખબર: હવે એક જ વ્યક્તિને મળી શકશે બે પેન્શનનો લાભ, વિધવા દિકરી અથવા છૂટાછેડા આપનારી દિકરી પણ લઈ શકશે લાભ

18 Aug 2021.2:29 PM

Last Updated on August 18, 2021 by Pravin Makwana

હવે પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ કેન્દ્ર સરકારના બે પેન્શનનો લાભ લઈ શકે છે. જો કોઈ પરિવારમાંથી બે લોકો કેન્દ્રીય કર્મચારીઓ હોય તો,આ નિયમ શક્ય છે. જો કોઈ બાળકની માતા અને પિતા બંને સરકારી કર્મચારી હોય તો બે પેન્શનના લાભ લઈ શકાય છે. તેના વિશેની સમગ્ર વિગતો પેન્શન અને પેન્શનર્સ વેલફેર વિભાગે આપી છે.

જો કે બે પેન્શન રૂલના નિયમોમાં અમુક શરતો રાખવામાં આવી છે. જેને પુરી કર્યા બાદ બે-બે પેન્શનનો લાભ લઈ શકાય છે.

પેન્શન વિભાગે કહ્યુ છે કે, જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી છે અને તેમાથી કોઈ એક નોકરી દરમિયાન અથવા રિટાયરમેંટ બાદ મરી જાય છે, તો ફેમિલી પેન્શનનો લાભ બંનેમાંથી કોઈ એકને મળશે, જે જીવતા હોય. પતિનું મૃત્યુ થઈ જાય તો પત્નીને અને પત્નીનું મૃત્યુ થાય તો પતિને ફેમિલી પેન્શનનો લાભ મળશે. જો બંનેનું મોત થઈ જાય તો, જીવિત બાળકને તેનો લાભ મળી શકશે.પેન્શન વિભાગે હાલમાં પેન્શન સાથે જોડાયેલા 75 મુખ્ય નિયમ નામથી એક સીરીઝ શરૂ કરી છે. આ સીરિઝ દ્વારા ઉંમરલાયક પેન્શનધારકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

એક સવાલ એ પણ છે કે, કોઈ વિધવા અથવા છૂટાછેડા કરેલી દિકરીને પણ ફેમિલી પેન્શનનો લાભ મળે છે. જ્યારે તેના પતિનું મૃત્યુ અને પતિથી છૂટાછેડા પોતાના માતા-પિતાના મૃત્યુ બાદ થાય છે તો, તેના જવાબમાં પેન્શન વિભાગે જણાવ્યુ કે, ફેમિલી પેન્શનનો લાભ કોઈ વિધવા અથાવા છૂટાછેડાવાળી દિકરીને ત્યારે જ મળશે, જ્યારે સરકારી કર્મચારીની દિકરીના છૂટાછેડાનો કેસ કોઈ કંપિટેંટ કોર્ટમાં ચાલી રહ્યો હોય. આ કેસ કર્મચારી અથવા પેન્શનર્સની જીંદગીમાં ચાલુ હોવો જોઈએ. પણ છૂટાછેડા જો તેમના મૃત્યુ બાદ પણ મળ્યા હોય તો, આ નિયમ લાગૂ થાય છે. આવી સ્થિતીમાં ફેમિલી પેન્શન છૂટાછેડાના દિવસથી જોડવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags