GSTV

1.3M Followers

ખુશખબર/ ગુજરાતના 5 લાખ સરકારી કર્મચારીઓને મળશે ફ્રીમાં મેડિકલ સુવિધા, સરકાર આપશે હેલ્થકાર્ડ

21 Aug 2021.07:29 AM

Last Updated on August 21, 2021 by Pravin Makwana

ગુજરાત સરકારના અંદાજે 5 લાખ કર્મચારીઓને મા કાર્ડ જેવું હેલ્થ કાર્ડ આપવાની સરકાર વિચારણા કરી રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ બાબતમાં પહેલ કરવામાં આવી છે. આ અંગે ચર્ચા કરી શકાય તે માટે પ્રેઝન્ટેશન આપવા માટે 31મી ઓગસ્ટે અધિક મુખ્ય સચિવ (આરોગ્ય)ને પ્રેઝન્ટેશન આપવા માટે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

કર્મચારીઓને અત્યારે તબીબી ખર્ચના નાણાં રિએેમ્બર્સ કરવાની વ્યવસ્થાને બદલે કૅશલેશ સારવાની સુવિધા આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગના ઉપસચિવ એ.એ. બાદીએ આ પત્ર લખીને પ્રેઝન્ટેશન માટે બોલાવ્યા છે.

ગુજરાત સરકારના તમામ 5 લાખ કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનર્સને માટે મા કાર્ડ જેવો કાર્ડ આપવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને આ કાર્ડનો લાભ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આરોગ્ય મંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ અત્યંત પ્રાઈમરી સ્ટેજમાં છે. તે અંગે ફાઈનલ નિર્ણય લેતા વાર લાગશે. કર્મચારીઓને અત્યારે રૂા. 300નું આરોગ્ય ભથ્થુ અપાય છે. તદુપરાંત તેમને નક્કી કરી આપેલી હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવે છે. તેમને મફત દવાઓ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ નિર્ણય પર આવતા પહેલા કર્મચારી મંડળની સાથે બેઠક કરવી પડશે. તેમની સહમતી લેવી પડસે. તેમને અત્યારે આપવામાં આવતા અન્ય લાભની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવાની રહેશે. આ કાર્ડ હેઠળ દર વર્ષે સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને રૂા. 5 લાખ સુધીની મફત સારવાર મળી જાય તેવી વ્યવસ્થા કરવાની ચર્ચા પ્રાથમિક તબક્કામાં છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags