GSTV

1.3M Followers

તમારી દીકરીઓ માટે કઈ યોજના છે સૌથી વધુ ફાયદેમંદ, PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના માંથી શેમાં કરશો રોકાણ?

20 Aug 2021.8:26 PM

Last Updated on August 20, 2021 by Pritesh Mehta

સુકન્યા સમૃદ્ધિ યોજના અને PPF યોજના આ બંને યોજનાઓ લાંબા ગાળાની રોકાણનું યોજનાઓ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના ખાસ કરીને દીકરીઓના ભવિષ્યને ઉજળું બનાવવા માટે છે તો PPF પણ લાંબા ગાળામાં મોટું ભંડોળ એકઠું કરીને ભવિષ્ય સુરક્ષિત કરવાની યોજના છે. પરંતુ જયારે વાત આવે છે બંને માંથી કોઈ એક યોજનાની પસંદગી કરવાની આવે તો થોડું અઘરું થઇ જાય.

કારણકે બંને યોજનાઓ તમને ફાયદા અને સુવિધાઓ આપે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના SSY

'બેટી બચાઓ, બેટી પઢાઓ' હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી હતી. તેને 10 વર્ષથી ઓછી ઉંમારીની દીકરીઓના માતાપિતા શરૂ કરી શકે છે. આ પરિવારની 2 દીકરીઓ માટે ખોલી શકાય છે. આ ખાતાનો સમયગાળો 21 વર્ષ કે 18 વર્ષની ઉંમર સુધી દીકરીના લગ્ન થાય ત્યાસુધીનો હોય છે.

SSYમાં વ્યાજદર

આ યોજના 2014 માં શરૂ કરવામાં આવી હતી, ત્યારે, તેનો વ્યાજ દર 9.1% હતો. ત્યારબાદ, વ્યાજ દર વધારીને 9.2 ટકા કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં સતત તેના વ્યાજ દરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં, નાણાકીય વર્ષ 2020-21 સુધી 7.6% વ્યાજ મળી રહ્યું છે. જે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર સુધી લંબાવવામાં આવ્યું છે.

સમયગાળો વ્યાજદર (ટકા)
જુલાઈ-સપ્ટેમ્બર 2021 7.6
એપ્રિલ-2020 થી માર્ચ 2021 7.6
જુલાઈ-સપ્ટેમ્બર 2019 8.4
એપ્રિલ થી જૂન 2019 8.5
જાન્યુઆરીથી માર્ચ 2019 8.5
ઓક્ટોબરથી ડિસેમ્બર 2018 8.5
જુલાઈથી સપ્ટેમ્બર 2018 8.1
એપ્રિલથી જૂન 2018 8.1
જાન્યુઆરીથી માર્ચ 2018 8.1
ઓક્ટોબરથી ડિસેમ્બર 2017 8.3
જુલાઈથી સપ્ટેમ્બર 2017 8.3
એપ્રિલથી જૂન 2017 8.4

SSY ખાતા માટે યોગ્યતા

જો તમે પણ પોતાની દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો તમારે આ શરતો જાણી લેવી જરૂરી છે.

  1. સુકન્યા સમૃદ્ધિ ખાતું ફક્ત દીકરીના નામે માતાપિતા અથવા કાનૂની વાલીઓ ખોલી શકે છે
  2. ખાતું ખોલતા સમયે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ.
  3. એક દીકરી માટે માત્ર એક જ એકાઉન્ટ ખોલાવી શકાય છે.
  4. એક પરિવાર માટે માત્ર 2 જ SSY ખાતા ખોલાવી શકાય છે.

કેવી રીતે કરશો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ

તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા સરકારી અને ખાનગી બેંકોની શાખાઓ દ્વારા આ યોજનામાં રોકાણ કરી શકો છો. આ માટે, તમારે કેવાયસી દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, આધાર કાર્ડ વગેરે સાથે જરૂરી ફોર્મ અને પ્રારંભિક ડિપોઝિટ ચેક/ડ્રાફ્ટ દ્વારા સબમિટ કરવાની રહેશે. બેન્કો ઉપરાંત, તમે SSY માટે નવું એકાઉન્ટ એપ્લિકેશન ફોર્મ પણ આરબીઆઈની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો. તમે ઇન્ડિયા પોસ્ટ, જાહેર ક્ષેત્રની બેન્કો SBI, PNB, BOB વગેરેની વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. તમને ICICI બેંક, એક્સિસ બેંક અને HDFC બેંક જેવી ખાનગી ક્ષેત્રની બેન્કોમાંથી પણ ફોર્મ મળશે.

કેટલું કરી શકો છો રોકાણ?

સુકન્યા સમૃદ્ધિ ખાતામાં તમે નાણાકીય વર્ષમાં 250 રૂપિયા જમા કરી શકો છો અને વધુમાં વધુ 1.5 લાખ સુધી રોકાણ કરી શકો છો. તમારે ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષ સુધી દર વર્ષે ઓછામાં ઓછી નિર્ધારિત ન્યૂનતમ રોકાણ રકમ જમા કરાવવાની રહેશે. ત્યારબાદ, ખાતાની મેચ્યોરિટી સુધી વ્યાજ મળતું રહેશે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો સમયગાળો 21 વર્ષ છે અથવા છોકરી 18 વર્ષની થાય કે પછી લગ્ન થાય ત્યાં સુધીની છે. દીકરી તેના ઉચ્ચ અભ્યાસના ખર્ચ માટે 18 વર્ષની ઉંમર પછી સુકન્યા સમૃદ્ધિ ખાતામાંથી કેટલાક પૈસા ઉપાડી શકે છે, પરંતુ આ ઉપાડ 50%થી વધુ ન હોઈ શકે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણના ફાયદા

આ યોજનામાં રોકાણ કરવા પર દીકરીના માતા-પિતાને ઈન્ક્મ ટેક્સમાં છૂટ મળે છે. ઈન્ક્મ ટેક્સ એક્ટ 80C હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના ટેક્ષમાં છૂટછાટનો ફાયદો મળે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags