સાંજ સમાચાર

310k Followers

ગુજકેટમાં ફીઝીકસના અટપટા પ્રશ્નોએ વિદ્યાર્થીઓને મુંઝવ્યા

06 Aug 2021.4:41 PM

રાજકોટ તા.6 ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી અને પેરામેડીકલના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આજે રાજકોટ સહિત રાજયભરમાં જિલ્લા મથકો પરથી શાંતિપૂર્ણ વાતાવરણમાં અને કોવિડ-19ની ગાઇડ લાઇનને અનુસરી ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

જેમાં સવારના સેશનમાં કેમેસ્ટ્રી અને ફીઝીકસ વિષયનું સંયુકત પેપર લેવામાં આવેલ હતું. જેમાં રાજકોટ સેન્ટરમાં નોંધાયેલા 8450માંથી 8181 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જયારે 262 વિદ્યાર્થીઓ આજના આ પેપરમાં ગેરહાજર રહ્યા હતા. કેમેસ્ટ્રી અને ફીઝીકસના 80 ગુણના આ પેપરમાં કેમેસ્ટ્રીના પ્રશ્નો ટેકસબુક આધારીત નીકળ્યા હતા. જયારે ફીઝીકસના પ્રશ્નો ગણતરીવાળા અટપટા પુછાતા વિદ્યાર્થીઓ થોડા મૂંઝાયા હતાં. જયારે બપોરના સેશનમાં 1 થી 2 કલાક દરમિયાન બાયોલોજી (40 ગુણ) અને 3 થી 4 કલાક દરમિયાન ગણિત વિષયનું પેપર લેવામાં આવેલ હતું. બાયોલોજીનું પેપર પણ એકંદરે સરળ નીકળ્યુ હતું.

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજયભરમાં ગુજકેટની પરીક્ષામાં 1.17 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજકોટમાં સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ 40 બિલ્ડીંગો પરથી આ પરીક્ષા લેવામાં આવી હતી. દરેક પરીક્ષા કેન્દ્રો પર કોવિડ-19ની ગાઇડ લાઇનને અનુસરી વિદ્યાર્થીઓને સેનેટાઇઝર અને થર્મલગનથી ટેમ્પરેચર માપી પ્રવેશ અપાયો હતો. દરેક કેન્દ્રો પર ઓબ્ઝર્વર સ્ટેન્ડ ટુ રહ્યા હતાં. આ કસોટી દરમિયાન સવારના સેશનમાં ગેરરીતિની એકપણ ઘટના ઘટી ન હતી.

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે રાજકોટ સહિત રાજયભરમાં જિલ્લા મથકો પરથી ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો પર કોવિડ-19ની ગાઇડ લાઇનને અનુસરી વિદ્યાર્થીઓને થર્મલગનથી ટેમ્પરેચર માપી પ્રવેશ અપાયો હતો તે તસવીરી ઝલક. (તસવીર : દેવેન અમરેલીયા)

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sanj Samachar

#Hashtags