VTV News

1.2M Followers

યોજના રિલોન્ચિંગ / 10 ઓગસ્ટે ઉજ્જવલા 2.0 યોજનાનો શુભારંભ કરશે PM મોદી, આ વખતે બે વસ્તુ મળશે મફતમાં

08 Aug 2021.8:45 PM

  • 10 ઓગસ્ટે પીએમ મોદી યુપીમાંથી ઉજ્જવલા યોજના રિલોન્ચ કરશે
  • ગરીબોને ભરેલો સિલિન્ડર અને ગેસની સગડી મફતમાં મળશે
  • પીએમ મોદી યુપીના લાભાર્થીઓ સાથે વાત કરશે

ઉજ્જવલા 2.0 યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ કનેક્શનની સાથે સાથે સગડી અને પહેલી વાર ભરેલો ગેસનો બાટલો મળશે. આ પ્રસંગે પીએમ મોદી યુપીના લાભાર્થીઓ સાથે વાત પણ કરશે.

કેન્દ્ર સરકારે ઉજ્જવલા 2.0 હેઠળ ચાલુ નાણાકીય વર્ષમાં એક કરોડ ગેસ કનેક્શન ગરીબોમાં મફતમાં વહેંચશે. આજથી લગભગ પાંચ વર્ષ પહેલા યુપી ચૂંટણી પહેલા પીએમ મોદીએ 1 મે 2016 ના રોજ રાજ્યના બલિયા જિલ્લામાંથી આ યોજનાને ખુલ્લી મૂકી હતી.

નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે ઉજ્જવલા 2.0 યોજના હેઠળ 800 રુપિયાથી વધારે કિંમતવાળા સિલિન્ડર અને સ્ટવ સાવ મફતમાં આપવાની આશા છે.

ઘેર બેસીને અરજી કરી શકો છો
આ યોજનામા હવે ઓનલાઈન અરજીની પણ સુવિધા શરુ કરવામાં આવી છે. લાભાર્થીઓ ઓનલાઈન અરજી કરીને આ યોજના મળતા લાભો મેળવી શકે છે. પહેલી વાર ભરેલો બાટલો અને સ્ટવની સાથે ડિપોઝીટ ફ્રી ગેસ કનેક્શન મળશે. કોઈ પ્રવાસી મજૂરને અલગથી પણ કનેક્શન મળી શકે છે. એસસી, એસટી ગરીબ પરિવારોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.

નોટરીના એફિડેવિટની જરુર નહીં પડે
આ યોજના હેઠળ લાભાર્થીઓએ કેવાયસી માટે એક ફોર્મ ભરવું પડશે જેને માટે કોઈ નોટરીના એફિડેવિટની જરુર નહીં પડે. જો પ્રવાસીઓ પાસે નિવાસ પ્રમાણપત્ર ન હોય તો તેમને સેલ્ફ ડિક્લેરેશનનો વિકલ્પ અપાશે. લોકો કોમન સર્વિસ સેન્ટર અથવા તો ગેસ કંપનીઓની વેબસાઈટના માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.

  • 10 ઓગસ્ટે પીએમ મોદી યુપીમાંથી ઉજ્જવલા યોજના રિલોન્ચ કરશે
  • ગરીબોને ભરેલો સિલિન્ડર અને ગેસની સગડી મફતમાં મળશે
  • પીએમ મોદી યુપીના લાભાર્થીઓ સાથે વાત કરશે
  • Disclaimer

    Disclaimer

    This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

    #Hashtags