VTV News

1.2M Followers

સ્ક્રેપ પોલિસી / ગાંધીનગરમાં ગડકરીએ જૂના વાહનોને લઈને નવી સ્ક્રેપેજ પોલિસી કરી જાહેર, જાણી લો ફાયદા અને નુકસાન

13 Aug 2021.1:03 PM

  • દેશભરમાંથી 200થી વધુ ઓટોમોબાઈલ ડીલર્સને આમંત્રણ
  • ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા પોલિસી મહત્વની સાબિત થશે
  • એક ઓગસ્ટથી લાગુ થશે નવી સ્ક્રેપ પોલિસી

મહાત્મા મંદિર ખાતે નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે નવી વ્હીકલ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત 15 વર્ષ જૂના સરકારી અને 20 વર્ષ જૂના ખાનગી વાહનોને રજા આપીને નવા વાહનોમાં સબસિડી આપવામાં આવશે તો વળી પ્રદૂષણ જેવી સમસ્યાના નિકાલ તરફ પગલું ભરવામાં આવશે.

અલંગમાં શરૂ થશે દેશનો પહેલો સ્ક્રેપ પ્લાન્ટ

દેશમાં ઈલેક્ટ્રીક વાહનનોને પોત્સાહન મળે તેમન પ્રદૂષણની માત્ર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી પોલિસી જાહેર થઈ છે.

મહાત્મા મંદિર ખાસે દેશની સ્ક્રેપ પોલિસી જાહેર કરવામાં આવી હતી, મહત્વનું છે કે રાજ્યમાં જૂના વાહનોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર સ્ક્રેપ પોલિસી બનાવી રહી છે ત્યારે ગુજરાતમાં આ સ્ક્રેપ વાહનો માટેનો પ્લાન્ટ બનાવવામાં આવે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ પ્લાન્ટ ભાવનગરના અલંગમાં બનશે

15 વર્ષ જૂના વાહનને કરાશે સ્ક્રેપ

આ પોલિસી જાહેર કરવામાં આવી રહી છે ત્યારે દેશભરમાંથી 200થી વધુ ઓટોમોબાઈલ ડીલર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા પોલિસી અંગે કરવામાં આવેલી જાહેરાતો

- 20 વર્ષથી જૂના ખાનગી વાહનનો ફિટનેસ ટેસ્ટ ફરજિયાત
- 15 વર્ષથી વધુ જૂના કોમર્શિયલ વાહનનો ફિટનેસ ટેસ્ટ ફરજિયાત
- 8 વર્ષ જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લાગૂ કરવામાં આવશે
- ગ્રીન ટેક્સની રકમ પર્યાવરણ સુધારવા માટે ખર્ચ કરાશે
- ફિટનેસ ટેસ્ટના ચાર્જ તેમજ ગ્રીન ટેક્સના દર પણ વધારાશે

સ્ક્રેપ પોલિસી હેઠળ નવા વાહનોને અને પર્યાવરણને નુકસાન ન કરે તેવા વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. જે અંતર્ગત આ ફાયદાઓની જાહેરાત કરવામાં આવી હતી. જો કે નવી સ્ક્રેપિંગ પોલીસીમાં વિન્ટેજ કારને સામેલ નહીં કરવામાં આવે. આ ઉપરાંત સ્ક્રેપિંગ પોલિસી લાગુ થયા બાદ વાહનોના ભાવમાં 30થી 40 ટકાનો ઘટાડો

- જૂની કાર સ્ક્રેપ કરાવનારને નવી કાર પર કંપનીઓ 5 ટકા ડિસ્કાઉન્ટ
- સ્ક્રેપિંગ પોલીસીમાં નવા વાહનની ખરીદી પર 5 ટકા ડિસ્કાઉન્ટ
- નવી ગાડી ખરીદ્યા બાદ 3 વર્ષ સુધી રોડ ટેક્સમાં 25%ની છૂટ
- નવી ગાડીના રજિસ્ટ્રેશન માટે કોઇ ફી નહી લેવાય
- નવી પોલીસીનો લાભ લેવા માટે ગ્રાહકે સ્ક્રેપિંગ સેન્ટર જઇને ગાડીની વેલ્યૂ જાણવી પડશે
- જુની ગાડીના રજિસ્ટ્રેશન અને રિન્યૂઅલ ફી માં પણ વધારો કરાશે.
- વાહનને સ્કેપ કરાવવવા પર કિંમતના 4થી 6 ટકા ગાડીના માલિકને મળશે.
- એક વર્ષમાં ટોલબૂથ હટી જશે, GPS દ્વારા ટેક્સ વસૂલવામાં આવશે
- પોલિસી બાદ સ્ટીલ,રબર, એલ્યુમિનિયમ,રબરની આયાત નહીં કરવી પડે

આ ઉપરાંત વાહનોની ફિટનેસ માટે દરેક જિલ્લામાં ફિટનેસ સેન્ટર પણ ખોલાશે. વાહનોનું રજિસ્ટ્રેશન ખતમ થતાં જ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે જેથી પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય.

PM મોદોએ શું કહ્યું?

આ સાથે પ્રધાન મંત્રી મોદી કહ્યું હતું કે આ પોલિસી દેશમાં 10 હજાર કરોડનું નવું ઇન્વેસ્ટમેન્ટ લઈ આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું છે. જે ઓતો સેક્ટરમાં દેશની શક્તિને મજબૂત કરશે. આ પોલિસીના કારણે જૂના વાહનોના કારણે થતાં અકસ્માતો પણ અટકશે. આ કચરાથી કંચન સુધી લઈ જતી પોલિસી છે જે દેશમાં નવી આશાઓનું અને નવા અવિષ્કારોનું નિર્માણ કરશે.

સ્ક્રેપ વાળી ગાડીઓને સર્ટીફિકેટ મળશે

PM મોદીએ સ્ક્રેપ કરવા વાળી ગાડીઓ માટે સર્ટીફિકેટ મળશે તેવું કહ્યું. નવી ગાડી ખરીદશો તો તમને રજિસ્ટ્રેશનના રૂપિયામાં પણ છૂંટ મળશે સાથેજ રોડ ટેક્સ પર પણ છૂટ મળશે. સાથેજ તેમણે કહ્યું કે ગાડિયોનો વૈજ્ઞાનિક પદ્ધતીથી ટેસ્ટ કરીને તેને સ્ક્રેપ કરવામાં આવશે ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

  • દેશભરમાંથી 200થી વધુ ઓટોમોબાઈલ ડીલર્સને આમંત્રણ
  • ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા પોલિસી મહત્વની સાબિત થશે
  • એક ઓગસ્ટથી લાગુ થશે નવી સ્ક્રેપ પોલિસી
  • Disclaimer

    Disclaimer

    This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

    #Hashtags