VTV News

1.2M Followers

દિલ્હી / જેટલા પૈસા ભર્યા હશે તેટલી જ મળશે વીજળી, મોદી સરકાર લાવી રહી છે નવો નિયમ

13 Aug 2021.5:26 PM

  • પ્રી-પેઇડ સ્માર્ટ મીટરની સિસ્ટમ દેશમાં થઈ શકે લાગૂ
  • મોદી સરકારે શરૂ કરી તૈયારીઓ
  • મોબાઈલ રિચાર્જની જેમ જ વીજળી મેળવવા ચૂકવવા પડશે એડવાન્સ પૈસા

હકીકતમાં, ઉર્જા મંત્રાલયે સરકારના તમામ કેન્દ્રીય મંત્રાલયોને સલાહ આપી છે કે તેઓ તેમના વહીવટી નિયંત્રણ હેઠળની સંસ્થાઓને પ્રીપેડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવા સૂચના આપે. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ, એવી આશા રાખવામાં આવી રહી છે કે વીજ વિતરણ કંપનીઓની આર્થિક સ્થિતિ સુધરશે, જે હજુ પણ બાકી વીજળીના બીલોનો બોજ વહન કરી રહી છે.

જેટલી વીજળી તેટલા પૈસા

પ્રીપેડ મીટર પ્રીપેડ મોબાઇલની જેમ જ કામ કરે છે, એટલે કે પૈસા જેટલી વીજળી મળશે.

જો કે, દેશના ઘણા ભાગોમાં પ્રીપેડ મીટરનો ઉપયોગ થાય છે. જેને રિચાર્જ કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારની કચેરીઓમાં પ્રીપેડ મીટર લગાવ્યા બાદ તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. તમામ વીજ ગ્રાહકોના ઘરમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.

સરકારી વિભાગોમાં લાગશે પ્રી-પેડ વીજળી મીટર

ઉલ્લેખનીય છે કે, આ એડવાઈઝરી નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં તમામ કેન્દ્રીય મંત્રાલયો અને કેન્દ્રીય વિભાગો પાસેથી ગેરંટી પર ભાર આપ્યા વગર જ પ્રી-પેઈડ વીજળી મીટર માટે નાણાની ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ તમામને એકાઉન્ટીંગ મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. વીજળી મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તમામ સરકારી વિભાગોમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટર માત્ર વીજ વિતરક કંપનીઓને નાણાકીય સ્થિરતાના રસ્તા પર લાવવા કે એનર્જી એફિશિયન્સીને આગળ ધપાવવાના પ્રયાસોને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

નોંધનીય છે કે, આ યોજના હેઠળ તબક્કાવાર કૃષિ ગ્રાહકને છોડીને તમામ વીજ ગ્રાહકો માટે પ્રીપેડ સ્માર્ટ મીટરનું વ્યવસ્થાપન કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગો સહિત શહેરી અને ગ્રામીણ સ્થાનિક અને સરકારી બોર્ડ અને નિગમોમાં પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવાને પ્રાથમિકતા આપવામાં આવશે.

બાકી રકમ ચૂકવણીમાં મદદ કરશે

આ યોજનાથી સંબંધિત વિભાગો દ્વારા બાકી વીજળીના બિલની ચૂકવણીમાં પણ મદદરૂપ થશે. ભારત સરકાર તમામ ગ્રાહકોને અવિરત, વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો આપવા માટે પ્રતિબદ્ધ છે, જેના માટે કાર્યક્ષમ અને આર્થિક રીતે ટકાઉ પાવર સેક્ટરની જરૂર છે. DISCOMsને ઘણીવાર પાવર સેક્ટરમાં સૌથી મહત્વની પરંતુ નબળી કડી તરીકે જોવામાં આવે છે. કારણ કે વેલ્યૂ ચેઈનના તળિયે, તેમની કથળતી આર્થિક સ્થિતિની અસર ઉપરની તરફ આવે છે.

વીજ વિતરક કંપનીઓના હાલ બેહાલ

ઓપરેશનલ તકલીફો સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિભાગો પર ભારે ભરખમ વીજ બીલ, લેટ પેમેન્ટ અને ઓછા પેમેન્ટને કારણે વિતરણ કંપનીઓના હાલત બેહાલ થઈ છે. રાજ્યો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે, તેમના સરકારી વિભાગો પર 2020-21ના અંતમાં કુલ 48,664 કરોડ રૂપિયાનું વીજ બીલ લેણુ છે.

  • પ્રી-પેઇડ સ્માર્ટ મીટરની સિસ્ટમ દેશમાં થઈ શકે લાગૂ
  • મોદી સરકારે શરૂ કરી તૈયારીઓ
  • Disclaimer

    Disclaimer

    This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

    #Hashtags