GSTV

1.3M Followers

ખુશખબર / BTechના અભ્યાસ વચ્ચે જ બીજા એન્જિનિયરિંગ કોર્સમાં મળી જશે એડમિશન, સમજી લો શું છે નિયમ

13 Aug 2021.8:05 PM

Last Updated on August 13, 2021 by Zainul Ansari

એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલા અથવા એડમિશન લેવા જઇ રહેલા વિદ્યાર્થીઓ માટે ખુશખબરી છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)એ બીટેકના અભ્યાસ વચ્ચે જ વિદ્યાર્થીઓને બ્રાન્ચ બદલવાની મંજૂરી આપી દીધી છે. કોલેજોના સૂચના જારી કરી દેવામાં આવી છે. તેની સાથે જ કાઉન્સિલે લેટરલ એન્ટ્રીના કેટલાક અન્ય નિયમો પણ ઘડ્યા છે. AICTEએ આ અંગ જાહેરાત કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓ તેની માંગ કરી રહ્યા હતા અને કાઉન્સિલે ઘણી અરજી મળી હતી.

AICTEની એક્ઝયૂટિવ કમિટી સમક્ષ આ રજુઆત કરવામાં આવી હતી.

કમિટીએ તેની મંજૂરી આપતા જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ બીટેક અથવા બીઈ કોર્સ (BTech BE Course)ની વચ્ચે પોતાના એન્જીનિયરીંગ બ્રાન્ચ બદલવા ઈચ્છે,તેમણે ટેકનિકલ સંસ્થાન આવું કરવાની સુવિધા આપી શકે છે.

શું છે નિયમ

બીજા કોર્સ/ બ્રાન્ચમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓને કોર્સના એ ભાગનું અભ્યાસ ફરી નહીં કરવું પડે, જે તેઓ પ્રથમ બ્રાન્ચના કોર્સ દરમિયાન કરી ચુક્યા છે. કારણ કે કોર્સમાં પ્રેક્ટિકલની જરૂર હોય છે, તેથી વિદ્યાર્થીઓને કોઇ પણ સંસ્થા અથવા યુનિવર્સિટીમાં લેટરલ એન્ટ્રી દરમિયાન રેગ્યુલર વિદ્યાર્થી તરીકે જ એડમિશન લેવું પડશે.

આ સિવાય AICTE એ એડિશનલ ડિગ્રી કોર્સનો સમય બે વર્ષ વધારીને હવે ત્રણ વર્ષ કરી દીધો છે. કાઉન્સિલના જણાવ્યા મુજબ કોર્સની સમય મર્યાદા એટલા માટે વધારવામાં આવી છે કે કોર ડિસિપ્લિનમાં ક્રેડિટ પર કોઈ સમજૂતી ના થાય. જરૂરી ક્રેડિટ્સ પૂર્ણ કરવામાં આવે.

AICTE એ આ જાહેરાતની સાથે સાથે તમામ સંબદ્ધ સંસ્થાનોના કોર્સ સ્ટ્રક્ચર અને નિયોમમાં જરૂરી બદલાવ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. સાથે સાથે બીટેકના વિદ્યાર્થીઓને એડિશનલ કોર્લમાં એડમિશન આપવામાં અને કોર્સના સંચાલન માટે જરૂરી પગલાં ઉઠાવવાનું પણ કીધું છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags