GSTV

1.4M Followers

BIG NEWS : ગુજરાતમાં નથી થવાની મહેસૂલી તલાટીઓની ભરતી : બેરોજગારો ના થાઓ રાજીના રેડ, વાયરલ થયો સરકારના નામે બોગસ ઠરાવ

25 Aug 2021.7:28 PM

Last Updated on August 25, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગમાં તલાટીઓની ભરતી મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં મહેસુલી તલાટીઓની ભરતી સંદર્ભે વોટ્સએપ યુનિવર્સિટીમાં એક ઠરાવ વાયરલ થયો છે. આ ફરતો થયેલો તલાટીની ભરતીના મામલાનો આ ઠરાવ સંપૂર્ણ રીતે 'બોગસ' એટલે કે ખોટો છે.

જેમાં ઉલ્લેખ કરવા આવ્યો છે. રાજ્યમાં વર્તમાન સમયે ગ્રામ્ય કક્ષાએ મહેસૂલ વહીવટનો વ્યાપ છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી વિસ્તર્યો છે. રાજ્યના દરેક ગામડાઓને સારી મહેસૂલી સેવાઓ મળી રહે તે અર્થે પંચાયત દીઠ એક મહેસૂલી તલાટીની જગ્યાઓ ઉભી કરવા માટે મહેસૂલ તલાટી વર્ગ-3ની 4200 જગ્યાઓ ઉભી કરવા માટે સરકારની યોજના વિચારણા હતા.

રાજ્ય સરકારે મંજૂરી અને તેના મહેકમના ખર્ચ પેટે કુલ ત્રણ લાખ રૂપિયાની નવી બાબતની ટોકન જોગવાઈ વર્ષ 2021-22ના અંદાજપત્રમાં કરવાની સૈધાંન્તિક અનુમતિ આપી હતી. ઠરાવમાં ઉલ્લેખ કરાયેલી વિગતો મુજબ વર્ગ-3ની જગ્યાઓ ભરતી નિયમોની જોગવાઈ મુજબ જો બઢતીના ફઆળે આવતી હોય તો તે પ્રમાણે અને જો સીધી ભરતીના ફાળે આવતી હોય તો નાણાં વિભાગના તા 10-2-2001 અને સામાન્ય વહીવટ વિભાગના તા 4-01-2009ના ઠરાવથી અમલી બનેલ ફિક્સ પગારની નીતી અને તેમાં વખતો વખત થયેલ સુધારાઓની જોગવાઈઓ પ્રમાણે ભરવાની રહેશે.

મહેસુલ વિભાગમા ડી. કે. મેણાત નામના કોઇ ઉપસચિવ હાલ નથી. ગુજરાતના બેરોજગારોને ભ્રામકપણે રાજીના રેડ કરવામા વર્ષોથી માહેર મહાનુભાવ તરફથી આવુ ગતકડુ વહેતુ કરાયાની પૂરેપૂરી આશંકા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags