VTV News

1.2M Followers

હંગામી બઢતી / પ્રદીપસિંહની મોટી જાહેરાત : ગુજરાતમાં એક ઝાટકે 677 ASIને PSIનું હંગામી પ્રમોશન, જાણો કારણ

25 Aug 2021.7:13 PM

  • રાજ્ય સરકારનો બિન હથિયારી ASIને લઇ મહત્વનો નિર્ણય
  • 677 ASI ને PSI એડહોક તરીકે 11 મહીના માટે પ્રમોશન
  • 'નિર્ણયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં વધારે સુધારો આવશે'

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રમોશન બાબતે મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનાવવા માટેના પગલાઓને વધુ અસરકારક રીતે લાગુ કરી શકાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયના ૬૭૭ બિન હથિયારી ASIને હંગામી ધોરણે ૧૧ માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન આપવા માટેનો નિર્ણય કરાયો છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

પોલીસ મેન્યુઅલમાં છે હંગામી બઢતીની જોગવાઈ
જેમાં બિન હથિયારી ASIને ગુજરાત પોલીસ મેન્યુઅલમાં હંગામી ધોરણે એડહોક બઢતી આપવાની જોગવાઇ છે અને તે મુજબ બિન હથિયારી ASI ને ૧૧ મહિનાથી વધે નહિ તે રીતે હંગામી ધોરણે PSI તરીકે એડહોક પ્રમોશન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી

કેમ એક સાથે 677 ASIનું PSI માટે હગામી પ્રમોશન કરાયું
સરકારનું માનવું છે કે ગુન્હાની તપાસ, તેને લગતા સાધનીક કાગળો તૈયાર કરવાની કામગીરી, નિવેદનો મેળવવા, ગુન્હાને સબંધિત પુરાવાઓ એકત્રિત કરવા, કેસની તપાસ કરવામાં તથા નામદાર કોર્ટમાં મુદત્ત સમયે હાજરી આપવામાં PSI ની ભૂમિકા ચાવીરૂપ હોય છે. વધુમાં PSIની સેવાઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત કુદરતી આપત્તિ તથા રાજ્યની મુલાકાતે આવતા મહાનુભાવોની સુરક્ષા અને સલામતી માટે પણ ખુબજ મહત્વની બને છે. આ નિર્ણયના ફળસ્વરૂપ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનશે તેમજ રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણને અટકાવવા રાત-દિવસ સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને તેઓની ફરજો વધુ ઉત્સાહ પૂર્વક બજાવવાની પ્રેરણા મળે તે હેતુથી એક નવતર પ્રયોગ રૂપે એક ઝાટકે 677 ASIને PSIનું હંગામી પ્રમોશન આપી દેવાયું છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags