GSTV

1.3M Followers

ખુશખબરી/ નહિ રહે કોઈ બેરોજગાર, મોદી સરકાર લાવી છે 8 પાસથી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ માટે આ રોજગાર યોજના..

27 Aug 2021.7:29 PM

Last Updated on August 27, 2021 by Zainul Ansari

મોદી સરકાર અવારનવાર એવી રોજગાર યોજનાઓ બહાર પાડતી રહે છે જેના દ્વારા તમે રોજગારી તો સરળતાથી મેળવી શકો અને તેની સાથે જ મૂડી માટે સરકાર પાસેથી લોન પણ લઈ શકો છે. મનરેગા અને પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ જેવી યોજનાઓ આપણા દેશના બેરોજગારોને રોજગારી પૂરી પાડે છે.

આ સિવાય કેન્દ્ર સરકારની પણ અમુક યોજનાઓ છે જેમકે, દીન દયાળ ઉપાધ્યાય-ગ્રામીણ કૌશલ યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, દીન દયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજના, પીએમ સ્વનિધિ આ બધી જ યોજનાઓ 8 મા ધોરણથી લઈને 12 મુ ધોરણ અધ્ધવચ્ચેથી છોડનાર અથવા તો ફેઈલ થનાર લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આજે આ લેખમાં આ યોજનાઓની પાત્રતા, શરતો અને લાભો વિશે થોડી માહિતી મેળવીએ.

પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ :

પાત્રતા :

આ યોજનાનો લાભ લેવા ઈચ્છતો વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ. આ સિવાય કોઈપણ વ્યક્તિ જે 18 વર્ષથી ઉપરનો હોય તે આ યોજનનો લાભ લેવાની પાત્રતા ધરાવે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 10 લાખ રૂપિયાથી વધુ અને સર્વિસ સેક્ટરમાં 5 લાખ રૂપિયાથી વધુના ખર્ચના પ્રોજેક્ટ્સમાં કામ કરવા માટે ઓછામાં ઓછું 8 મું ધોરણ પાસ કર્યુ હોવું જોઈએ.

લાભ :

નવા સાહસો સ્થાપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાની યોજના.

દીન દયાળ ઉપાધ્યાય- ગ્રામીણ કૌશલ યોજના :

પાત્રતા:

આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ અને 15 થી 35 વર્ષની વયના વ્યક્તિઓ તાલીમ કાર્યક્રમો માટે પાત્ર છે.મહિલાઓ અને અન્ય નબળા લોકો જેમકે, અપંગ વ્યક્તિઓ માટે વય મર્યાદા 45 વર્ષ સુધી હળવા કરવામાં આવી છે.

લાભો:

આ યોજનાનો ઉદ્દેશ ગરીબ ગ્રામીણ યુવાનોને કુશળ બનાવવાનો અને તેમને નિયમિત માસિક વેતન અથવા લઘુત્તમ વેતન સાથે નોકરી આપવાનો છે.

દીન દયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજના:

લાયકાત:

કોઈપણ કૌશલ્ય સંબંધિત તાલીમ મેળવવામાં રસ ધરાવતા ભારતીય નાગરિક આ યોજના માટે અરજી કરી શકે છે.

લાભો:

આ યોજનાનો ઉદ્દેશ ગરીબોને ધિરાણ અને સહાય પૂરી પાડીને કુશળતા અને સ્વરોજગાર વધારવાનો છે.

પીએમ સ્વનિધિ :

લાયકાત:

આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક વ્યક્તિ ભારતીય નાગરિક હોવા જોઈએ તેમની પાસે શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ વેન્ડિંગ સર્ટિફિકેટ/ઓળખ કાર્ડ હોવું જોઈએ પરંતુ, જે લોકો પાસે વેન્ડિંગ સર્ટિફિકેટ અથવા આઇડેન્ટિટી કાર્ડ નથી તે લોકો પણ આ યોજનાનો લાભ લઇ શકે છે.

લાભો :

આ યોજના અંતર્ગત રૂ .10,000 સુધીની લોનની સુવિધા મળે છે. નિયમિત ચુકવણી અને ડિજિટલ વ્યવહારોને વધુ પડતુ પ્રોત્સાહન મળશે.

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના :

લાયકાત :

આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ. ધોરણ-12 મા ડ્રોપઆઉટ લીધેલ વ્યક્તિ અથવા તો ધોરણ-10 માં પાસ વિદ્યાર્થીઓ તેમની કુશળતા વિકસાવવા માટે આ યોજનામાં નોંધણી કરાવી શકે છે. ભારતીય રાષ્ટ્રીયતા ધરાવતા કોઈપણ ઉમેદવાર, જેની ઉંમર 18-45 વર્ષની વચ્ચે હોય, તે તેના માટે લાગુ થશે.

લાભ :

યુવાનો માટે ઉપલબ્ધ કૌશલ્ય માર્ગ પર જાણકાર પસંદગીઓ કરવા માટે ઇકોસિસ્ટમ બનાવવી. કૌશલ્ય તાલીમ અને પ્રમાણપત્ર માટે યુવાનોને સહાયતા પુરી પાડવી.ખાનગી ક્ષેત્રની વધુમાં વધુ ભાગીદારી માટે સ્થાયી કૌશલ્ય કેન્દ્રોને પ્રોત્સાહિત કરવા.

મનરેગા :

લાયકાત:

આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 18 વર્ષથી ઉપર હોય અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતો હોય, તે કામ માટે અરજી કરવાનો હકદાર છે.

લાભ:

દર વર્ષે ઘર દીઠ 100 દિવસની મર્યાદાને આધિન અરજદાર 15 દિવસની અંદર કામ કરવા માટે હકદાર છે..નિયમો અને નીતિઓ અનુસાર પગાર દરમાં સુધારો કરવામાં આવે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags