GSTV

1.3M Followers

ખૂબ અગત્યના છે આ સમાચાર: રાશન કાર્ડમાં આવી રીતે જોડો નવા સભ્યોના નામ, મફતમાં અનાજ સહિત કેટલાય થશે ફાયદા

07 Sep 2021.08:50 AM

Last Updated on September 7, 2021 by Pravin Makwana

રાશન કાર્ડમાં નામ જોડવુ એકદમ સરળ છે. જો આપની ફેમિલીમાં કોઈ પણ મેમ્બરનું નામ રાશન કાર્ડમાં જોડવાનું છે, તો હવે પરેશાન થવાની જરૂર નથી. આપ આ કામ મિનિટોમાં કરી શકો છો. નવું નામ જોડવા માટે થઈને આપ ઓનલાઈન અથવા તો ઓફલાઈન રીતે પણ આ કામ કરી શકો છો. તો આવો જાણીએ આ આખી પ્રક્રિયા વિશે.

રાશન કાર્ડમાં નવા સભ્યનું નામ જોડવા માટેના જરૂરી દસ્તાવેજ

આવી રીતે જોડો બાળકોના નામ

જો કોઈ બાળકનું નામ રાશન કાર્ડમાં જોડવાનું છે, તો આપના ઘરના મુખ્ય સભ્યના રાશન કાર્ડની ઓરિજનલ રોપી અને ઝેરોક્ષ, બાળકનું જન્મ પ્રમાણપત્ર અને બાળકના માતા પિતા બંનેના આધાર કાર્ડની જરૂર પડશે.

નવા સભ્યનું આવી રીતે નામ જોડો

જો ઘરમાં લગ્ન બાદ નવી વહુ આવેલી છે, અને તેનું નામ જોડવાનું છે, તો મહિલાનું આધાર કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ. પતિનું રાશન કાર્ડ (ઓરીજનલ અને ઝેરોક્ષ બંને) અને પ્રથમ માતા પિતાના ઘરમાં જે રાશન કાર્ડ હતું, તેમાંથી નામ હટાવાનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે.

આવી રીતે જોડી શકો ઓનલાઈન નામ

  1. સૌ પ્રથમ, તમારા રાજ્યના ખાદ્ય પુરવઠાની સત્તાવાર સાઇટ પર જાઓ.
  2. હવે તમારે લોગિન આઈડી બનાવવી પડશે, જો તમારી પાસે પહેલેથી જ આઈડી છે, તો તેની સાથે લોગ ઇન કરો.
  3. હોમ પેજ પર, નવા સભ્યને ઉમેરવાનો વિકલ્પ દેખાશે.
  4. તેના પર ક્લિક કરીને, હવે એક નવું ફોર્મ તમારી સામે દેખાશે.
  5. અહીં તમારા પરિવારના નવા સભ્યની તમામ માહિતી યોગ્ય રીતે ભરો.
  6. ફોર્મ સાથે, તમારે જરૂરી દસ્તાવેજોની સોફ્ટ કોપી પણ અપલોડ કરવી પડશે.
  7. ફોર્મ રજુ કર્યા બાદ એક રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે.
  8. આની સાથે તમે આ પોર્ટલમાં તમારા ફોર્મને ટ્રેક કરી શકો છો.
  9. અધિકારીઓ ફોર્મ અને દસ્તાવેજોની તપાસ કરશે.
  10. જો બધું બરાબર છે તો તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે અને પોસ્ટ દ્વારા તમારા ઘરે રેશનકાર્ડ પહોંચાડવામાં આવશે.

રાશનમાં નવા સભ્યનું નામ ઉમેરવા માટે ઓફલાઇન પ્રક્રિયા -

  1. તમારે તમારા નજીકના ખાદ્ય પુરવઠા કેન્દ્રમાં જવું પડશે.
  2. હવે ઉલ્લેખિત તમામ દસ્તાવેજો તમારી સાથે લો.
  3. ત્યાં તમારે નવા સભ્યનું નામ ઉમેરીને ફોર્મ લેવાનું રહેશે.
  4. ફોર્મમાં તમામ વિગતવાર માહિતી ભરો.
  5. હવે વિભાગને દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરો.
  6. તમારે કેટલીક અરજી ફી પણ અહીં જમા કરાવવી પડશે.
  7. ફોર્મ જમા કર્યા પછી, અધિકારીઓ તમને એક રસીદ આપશે, જે તમારે રાખવી જોઈએ.
  8. આ રસીદ દ્વારા તમે ઓનલાઇન અરજીની સ્થિતિ ચકાસી શકો છો.
  9. અધિકારીઓ તમારા ફોર્મની તપાસ કરશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી તમને ઓછામાં ઓછા 2 અઠવાડિયામાં ઘરે તમારું રાશન મળી જશે.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags