GSTV

1.4M Followers

BIG NEWS: સીએમ રૂપાણીનું રાજીનામુ, ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ

11 Sep 2021.2:57 PM

Last Updated on September 11, 2021 by Bansari

ગુજરાતના રાજકારણમાં નેતૃત્વમાં મોટા ફેરફાર થયા છે. ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. જેના માટે હાલ મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે. રાજભવન ખાતે થોડીવાર પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યપાલનો સમય માંગ્યો તે બાદથી જ એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. હાલ સીએમ રૂપાણી રાજભવન પહોંચ્યા છે. સીએમ રૂપાણી રાજીનામુ આપે તેવી અટકળો વહેતી થઇ હતી.

વિજય રૂપાણીએ માન્યો પીએમ મોદી અને ભાજપનો આભાર

સીએમ રૂપાણીએ પત્રકાર પરિષદનું સંબોધન કરતાં જણાવ્યું કે, મારુ માનવુ છેકે ગુજરાતના વિકાસની આ યાત્રા પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની નવી ઉંચાઇઓ સર કરી. સીએમ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માન્યો. ગુજરાતના વિકાસમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતનો વિકાસ કરવાનો જે અવસર મળ્યો તેના માટે માનનીય વડાપ્રધાન મોદીનો હું આભાર માનુ છું. જેના માટે હું ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનુ છું. આ અમારી પાર્ટીની વિશેષતા રહી છે કે, પાર્ટી તરફથી જે જવાબદારી સોંપવામાં આવે છે, તે નિષ્ઠાપૂર્વક વહન કરવામાં આવે છે. પાર્ટી મને નવી જવાબદારી આપવા જઈ રહી છે, જેના માટે પાર્ટી તરફથી જે પણ જવાબદારી આપવામાં આવશે, તે નિભાવિશ.ગુજરાતની જનતાનો વિશ્વાસ, તાકાત મળી છે, અમારી સરકારે જનતાની સેવા કરવાનો પ્રયત્ન કર્યો છે.

  • મુખ્યમંત્રી રૂપાણીનું રાજીનામુ
  • રાજ્યપાલને સુપરત આવ્યું રાજીનામુ
  • નવા મુખ્યમંત્રીની પસંદગી ના થાય
  • ત્યાં સુધી રૂપાણી રહેશે ચાલુ
  • નવા મુખ્યમંત્રી કોણ?
  • ગુજરાતનાં રાજકારણમાં ભારે ચર્ચા
  • કમલમ ખાતે રાષ્ટ્રીય નેતાઓની મહત્વપૂર્ણ બેઠક
  • મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા પણ ગાંધીનગર ખાતે હાજર પણ
  • શું રૂપાણી જાય છે? સરદારધામનો કાર્યક્રમ પતાવીને સીધા રાજભવનમાં એન્ટ્રી
  • કમલમમાં રાજકીય નેતાઓનો બેઠકોનો ધમધમાટ શરૂ
  • અમિતશાહની ઓચિંતી રાત્રી બેઠક પછી આજે રૂપાણીએ કર્યો ધડાકો
  • સીઆરપાટીલ, ભાજપ સંગઠન મંત્રી રત્નાકર સહિત અન્ય ચાર મહામંત્રીઓની બંધ બારણે ચાલી રહી છે બેઠક

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલના રાજીનામા બાદ 7 ઓગસ્ટ 2016થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી મુખ્યમંત્રી પદે આવ્યા હતા. ત્યારથી લઈને ગુજરાતમાં ભાજપ વિજય રૂપાણીને આગળ ધરીને ચૂંટણી જીતતું આવે છે. ગુજરાતમાં પાંચ વર્ષ શાસન પુરૂ કરનારા વિજય રૂપાણી ચોથા મુખ્યમંત્રી હતા.

  • સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલ હાજર
  • રૂપાણી સહિત મંત્રીઓ રાજભવન પહોંચ્યા
  • ગાંધીનગરમાં મોટી રાજકીય ઉથલપાથલ
  • થોડી જ વારમાં મુખ્યમંત્રી પત્રકારોનું સંબોધન કરશે.
  • ગુજરાતનાં રાજકારણમાં ભારે ગરમાવો
  • મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યપાલનો માંગ્યો સમય
  • મંત્રીમંડળનું વિસ્તરણ કે બીજું કંઇ?
  • રાજ્યપાલને મળ્યા પછી રાજભવન ખાતે મળશે વિજયભાઇ
  • ગઇકાલે રાત્રે જ ગુજરાત આવ્યા છે સંગઠન મહામંત્રી
  • CMએ રાજ્યપાલનો સમય માંગતા ફરી અફવાનું બજાર ગરમ
  • મુખ્યમંત્રીનાં પ્રેસ તરફ સમગ્ર રાજ્યની મીટ
  • ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એકાએક ગુજરાતની મુલાકાતે
  • રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવ્યા
  • કમલમ ખાતે બંધબારણે યોજી બેઠક
  • પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે યોજી બેઠક
  • પાટિલ સાથે અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર
  • સંગઠન મહામંત્રી રત્નાકરની પણ બેઠકમાં હાજરી
  • સંગઠનાત્મક મિટીંગ હોવાનું ભાજપ વર્તુળોનું કથન
  • રાષ્ટ્રીય મહામંત્રી બન્યા પછી સંતોષની ગુજરાતની બીજી વાર મુલાકાત
  • મહામંત્રી મુલાકાતને પગલે અટકળોનું બજાર ગરમ
  • સાંજે દિલ્હી પરત ફરશે સંતોષ
  • નીતિનભાઈ, પ્રદીપસિંહ જાડેજા સહિતના તમામ મંત્રી મંડળના નેતાઓ સાથે વિજય રૂપાણી રાજ્યપાલને મળવા પહોંચ્યા.
  • ગુજરાતના નવા સીએમ કોણ
  • ગુજરાત રાજકારણમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો બની તેજ

વિજય રૂપાણીનું પોલીટિકલ કરિયર

વિજય રૂપાણી ૧૯૭૮ વર્ષથી ૧૯૮૧ સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ હતાં. ૧૯૮૭ વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા. સમનન્તર વર્ષે એ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ બન્યા. એ પદ પર તેઓ ૧૯૮૮ થી ૧૯૯૬ સુધી આરૂઢ હતા. વચ્ચે ૧૯૯૫ માં વર્ષે એમનું રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિના અધ્યક્ષત્વે પુનઃ ચયન થયું. પછી એમણે ૧૯૯૬ થી ૧૯૯૭ પર્યન્ત રાજકોટ મહાનગરનાં મેયર તરીકે પણ કાર્ય કર્યું. પછી ૧૯૯૮ વર્ષે ભાજપ-પક્ષનાં ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા. જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં મુખ્યમન્ત્રી હતા, ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં આધ્યક્ષનું વહન કર્યું. ૨૦૦૬ વર્ષે ગુજરાત પર્યટન વિભાગનાં અધ્યક્ષ બન્યાં. ૨૦૦૬ - ૨૦૧૨ એ રાજ્યસભાનાં સદસ્ય હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા, ત્યારે વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં ચાર વાર અધ્યક્ષ, ગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં એકવાર અધ્યક્ષ (૨૦૧૩) બન્યા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં અધ્યક્ષ બન્યા. એમનાં પૂર્વ એ પદે આર્. સી. ફાલ્ડુ આરૂઢ હતા. ૨૦૧૪ ઓગસ્ટ માસમાં જ્યારે ગુજરાતવિધાનસભાનાં વક્તા વજુભાઈ પશ્ચિમ રાજકોટનાં વિધાયકત્વે ત્યાગપત્ર આપી કર્ણાટક-રાજ્યનાં રાજ્યપાલ બન્યા, ત્યારે ભાજપ-દળ દ્વારા વિજયનું નામાંકન એ રિક્ત સ્થાનની પૂર્તિ માટે થયું. ૧૯ ઓક્ટોબર ૨૦૧૪ ના રોજ વિધાયક પદનાં નિર્વાચનમાં વિજય રૂપાણી બહુમતે જિત્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, એન્ટરટેઈનમેન્ટ તેમજ સ્પોર્ટસ, ઓટો, લાઈફ અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે ડાઉનલોડ કરો અમારી Android Application.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags