GSTV

1.4M Followers

PM Awaas Yojana / પીએમ આવાસ યોજનાને લઈને છે કોઈ સમસ્યા તો અહીં કરો ફરિયાદ, 45 દિવસમાં જ મળી જશે સમસ્યાનું સમાધાન.

13 Sep 2021.9:10 PM

Last Updated on September 13, 2021 by Bansari

આર્થિક રીતે નબળા વર્ગને મકાનો આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2015 માં શરૂ કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2022 સુધીમાં દરેક વ્યક્તિને તેનું ઘર આપવાનો છે. આ આવાસ યોજના હેઠળ ઝૂંપડપટ્ટી અથવા કાચા મકાનોમાં રહેતા દરેક વ્યક્તિનો સમાવેશ થાય છે.

આવાસ યોજના હેઠળ સરકાર બેઘર લોકોને મકાનો આપે છે. આ સાથે જ જે લોકો લોન, મકાન અથવા ફ્લેટ ખરીદે છે તેમને પણ સરકાર દ્વારા સબસિડી મળે છે. જો તમને આ યોજના સંબંધિત કોઈ ફરિયાદ હોય તો તમે તેની નોંધણી કરાવી શકો છો. જો તમે પણ આ મૂંઝવણમાં છો કે, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સંબંધિત સમસ્યાઓ ઉકેલવા ક્યાં જવું? તો ચાલો આજે આ લેખમાં તમને જણાવીએ કે, તમારી બધી જ સમસ્યાઓ ક્યાં હલ થશે?

પીએમ આવાસ યોજના સંબંધિત ફરિયાદ ક્યાં કરવી ?

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની માર્ગદર્શિકા મુજબ ગ્રામ પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય કક્ષાએ ફરિયાદ નિવારણ વ્યવસ્થાની જોગવાઈ છે.ફરિયાદ પ્રાપ્ત થયાની તારીખથી 45 દિવસના સમયગાળામાં દરેક સ્તરે ફરિયાદોનો નિકાલ કરવાની જોગવાઈ છે.વધુ માહિતી માટે, તમે તમારા સ્થાનિક આવાસ સહાયક અથવા બ્લોક વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકો છો.

આ રીતે તમે પીએમ આવાસ માટે કરી શકો છો અરજી :

સરકારે પીએમ આવાસ ગ્રામીણ હેઠળ અરજી કરવા માટે મોબાઇલ આધારિત હાઉસિંગ એપ બનાવી છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારે મોબાઈલ નંબરની મદદથી તેમાં લોગિન આઈડી બનાવવી પડશે. ત્યારબાદ આ એપ્લિકેશન તમારા મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ મોકલશે. આ પાસવર્ડની મદદથી લોગ-ઇન કર્યા પછી તમારે પૂછવામાં આવેલી જરૂરી માહિતી ભરવી પડશે. PMAY હેઠળ મકાન મેળવવા માટે અરજી કર્યા બાદ કેન્દ્ર સરકાર લાભાર્થીઓની પસંદગી કરે છે. ત્યારબાદ લાભાર્થીઓની અંતિમ યાદી PMAYG ની વેબસાઇટ પર મૂકવામાં આવે છે.

શું રહેશે સરકારનું લક્ષ્‍ય ?

આ યોજના હેઠળ પાકા મકાનો બનાવવા માટે નાણાં પૂરા પાડવાની સાથે જ કેન્દ્ર સરકાર જેમના જૂના મકાનો છે તેમને પણ નવા પાકા મકાન બનાવવા માટે મદદ કરી રહી છે. આ સરકાર વર્ષ 2022 સુધીમાં 1 કરોડ લોકોને પાકું મકાન બનાવવાનું લક્ષ્‍ય નક્કી કરીને બેઠી છે.

:

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags