GSTV

1.4M Followers

21મી સદીમાં તાંત્રિકની બોલબાલા! હું તો મંત્રી બની જ જઈશ, ધારાસભ્યે મધરાત્રે તાંત્રિક પાસે કરાવી બગલા મુખી વિધિ: વિધિ ફળશે કે મંત્રી પદથી જ હાથ ધોવા પડશે.

15 Sep 2021.9:54 PM

Last Updated on September 15, 2021 by pratik shah

ગુજરાત ભાજપમાં હાલ બધું ઠીક નથી તેમ ચર્ચાઈ રહ્યું છે. અચાનક મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામુ અને પછી જુનિયર એવા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવા તે આશ્ચર્યજનક છે.

તો હવે ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર થઈ રહ્યો છે. જેને કારણે આંતરિક ડખો વધ્યો છે. જૂના જોગીઓની બાદબાકી થઈ થઈ થવાની સંભાવાનાથી મામલો ગરમાયો છે. 15 સપ્ટેમ્બર બપોરે સાડા ચાર વાગ્યે શપથવિધિનો કાર્યક્રમ જાહેર કરાયો.

ભાજપે તેના ધારાસભ્યોને બોલાવી પણ દીધા. બદલાતા સમીકરણો વચ્ચે નવા ચહેરાઓને લેવાના હોવાની ચર્ચાથી જૂના જોગીઓમાં ભારે અસંતોષ ઉઠ્યો છે. સૂત્રોની માહિતી મુજબ નવા મંત્રીમંડળમાં વર્તમાન 90 ટકા મંત્રીઓને હટાવી દેવામાં આવશે. અને નવા ચહેરાને સ્થાન અપાશે. ફક્ત એક કે બે જ મંત્રી એવા હશે જેમને ફરી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે. આ વાતને લઈ ગુજરાત ભાજપમાં તણાવ ફેલાયો છે. સી.આર.પાટીલના બંગલે ધારાસભ્યોની અવર જવર વધી હતી અને ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો.

બીજી તરફ ઘણા ધારાસભ્યો તો રીતસરના દોડાદોડી કરી રહ્યા છે. રાજ્યના એક ધારાસભ્ય તો મંત્રીમંડળમાં સ્થાન મળે તે માટે રાતોરાત વિધિ કરીને આવ્યા અને ખુશખુશાલ નજરે આવી રહ્યા છે. તે વિધિને બગલા મુખી વિધિ તરીકે ઓળખાય છે. જ્યોતિષીઓના મતે બગલા મુખી વિધિ એટલે કે રાજકીયક્ષેત્રો પરચમ લહેરાય અને તમામ વિરોધીઓ શાંત થઈને હાંફીને થાકી હારી જાય તે માટે કરવામાં આવતી હોય છે.

ભારતીય જનતા પાર્ટીના 112 ધારાસભ્યો પાટનગરમાં ધામા નાખ્યા છે. સતત બે દિવસથી મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોને ઘરે બેસવાનો વારો આવશે તેનું ચિત્ર હજું પણ સ્પષ્ટ થયું નથી, ત્યારે આ યુવાન ધારાસભ્યનું નામ ફ્લેશ એટલેકે ચર્ચા આવી રહ્યું છે ત્યાં તો આ હરખપદુડા ઉત્સાહી યુવાધારાસભ્યને મંત્રી પદ માટે તાલાવેલી જાગતા તેમને ચેન પડ્યું નહોતું, તેમણે તેમના સંભવિત નામને ખરેખર(હકીકત)માં બદલાય તે માટે શું કરવું જોઈએ. તો તેમના ખાસ ટેકેદારે સૂચન કર્યું કે બગલા મુખી વિધિ કરાવો તો તમારું નામ પાક્કું થઈ જશે.

21મી સદીમાં વિજ્ઞાન ઘણું આગળવધી રહ્યું છે તો એક ધારાસભ્ય જેવી કક્ષાની વ્યક્તિ પણ અંધશ્રદ્ધામાં રસ ધરાવે છે. તે અત્યંત ચોંકાવનારું છે. બીજી તરફ ધારાસભ્યની વિધિના ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. તેમણે કોઈમણ પરિસ્થિતિમાં મંત્રીમંડળમાં સ્થાન મળે તે માટે બગલા મુખી વિધિ કરાવી છે, હવે આ વિધિ તેમને ફળે છે કે પછી મંત્રીપદથી જ હાથ ધોવા પડે તેતો આવનારો સમય જણાવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags