GSTV

1.3M Followers

મોટા સમાચાર/ હવે આવાં બાળકોને પહેલાં વેક્સિન આપવાનું સરકારનું છે આયોજન, જાણો ક્યારથી શરૂ કરાશે રસીકરણ

16 Sep 2021.12:23 PM

Last Updated on September 16, 2021 by Bansari

દેશમાં ઉંમરલાયક લોકોનું રસીકરણમાં ઘણું ઝડપથી થઈ રહ્યું છે. પરંતુ હજી સુધી બાળકોને કોરોનાની રસી નથી મળી. જેથી જલ્દીથી બાળકોનાં રસીકરણની પ્રતીક્ષા ખૂબ જલ્દી જ સમાપ્ત થશે. પરંતુ તેની પહેલા સરકાર અગાઉથી બીમાર બાળકો માટે એક યાદી બનાવી રહી છે. જેને પુરા થવામાં હાલ પૂરતા તો બે અઠવાડિયાનો સમય લાગી શકે છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

એના પછી દરેક જિલ્લામાં આ યાદીના આધારે બાળકોની પસંદગી થશે અને તેને રસી અપાશે. આની શરૂઆત આગામી મહિને એટલે કે, ઓક્ટોબરમાં થશે.

આગામી 15 દિવસમાં તૈયાર થઇ જશે ઝાયડસ કેડિલાની રસીની પ્રથમ ખેપ

આ બાજુ આરોગ્ય મંત્રાલય અનુસાર, ઝાયડસ કેડિલા કંપનીએ ચાર કરોડ રસીની પ્રથમ ખેપ આગામી 15 દિવસની અંદર તૈયાર કરવાનું આશ્વાસન આપ્યું છે. આ રસીને તાજેતરમાં જ ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી હતી. ત્રણ ડોઝવાળી રસીને લઈ મંત્રાલયના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ઝાયડસ કેડિલાની ડીએનએ રસીને બાળકો માટે રાખવાનો વિચાર કરાયો છે. આમ છતાં ઉંમરલાયકનાં રસીકરણની યોગ્ય રીતે કોવિશિલ્ડ અને કોવેક્સિન વડે આગળ વધારી રહ્યા છીએ. આવામાં ડીએનએ વેક્સિન સૌથી પહેલાં બાળકો માટે ઉપલબ્ધ કરાવાશે.

પહેલાથી બીમાર બાળકોમાં કોરોના ચેપનો ખતરો વધુ

દેશમાં જ્યાં 18 વર્ષથી વધુ ઉંમરની કુલ વસતી 94 કરોડ છે. જ્યારે 18 વર્ષથી ઓછી વયના બાળકોની કુલ વસ્તી આશરે 12 કરોડની આસપાસ છે. આમાં આશરે એકથી બે ટકા બાળકોને જુદી-જુદી બીમારીઓ હોવાનું અનુમાન છે. અગાઉથી બીમાર બાળકો માટે સરકારે એક સમિતિ બનાવી હતી. જેને હજી સુધી પાંચ વખતથી વધુ બેઠક થઈ ચૂકી છે. સમિતિમાં હાજર નિષ્ણાતોનું કહેવું છે કે, પહેલાથી બીમાર બાળકોમાં કોરોના ચેપનો ખતરો વધુ રહે છે. જેથી સૌથી પહેલાં આને રસી આપવી જરૂરી છે. દેશના દરેક બાળકો માટે રસીની જરૂર નથી.

કોવેક્સિનની નાકથી આપવામાં આવતી રસી પર પહેલા અને બીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. કોવેક્સિનના બેથી 17 વર્ષની ઉંમરના બાળકોનાં પરીક્ષણ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. આના પરિણામ આવવાનું બાકી છે. મોર્ડનાને યુરોપમાં 12થી 17 ઉંમરનાં બાળકો માટે ઉપયોગની મંજૂરી અપાઈ ચૂકી છે. આ રસીને ભારતમાં પણ ઈમરજન્સી વપરાશની મંજૂરી મળી ચૂકી છે. પરંતુ ત્રણ મહિના બાદ પણ રસી નથી મળી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags