GSTV

1.4M Followers

કડવી વાસ્તવિકતા/ જૂના મિનિસ્ટરોને બદલ્યા પણ જૂના ખાઇ બદેલા અધિકારીઓને નહીં બદલે ત્યાં સુધી કોઇ ફરક પડશે ખરો?

16 Sep 2021.7:13 PM

Last Updated on September 16, 2021 by pratik shah

નો રિપિટ થિયરી લાવીને ભાજપ હાઇ કમાન્ડે ગુજરાત સરકારનું આખુ મંત્રી મંડળ તો બદલી નાંખ્યુ પરંતુ વર્ષો જૂના અને કેટલાક તો વારંવાર એક્સ્ટેન્શન જમાવીને ડેરા તંબુ તાણીને બેઠેલા અધિકારીઓને નહીં બદલે ત્યાં સુધી ખરેખર સિસ્ટમ બદલાશે ખરી?


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

કોરોના કાળમાં જે તકલીફો પડી. પ્રજાએ કોરોનાની બીજી લહેરમાં પારાવાર પરેશાની ભોગવી.

એમ્બ્યુલન્સની લાઇનના દ્રશ્યો સર્જાયા હતાં તે બાબુશાહીને આભારી

કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં જગ્યા હોવા છતાં સિવિલ હોસ્પિટલોની બહાર સવાસો એમ્બ્યુલન્સની લાઇનના દ્રશ્યો સર્જાયા હતાં તે બાબુશાહીને આભારી હતાં. તો કહેવાનો મતલબ એ થાય છે કે, મિનિસ્ટ્રીની સાથે સાથે અમલદારશાહીમાં પણ પરિવર્તન આવવું જોઉએ. જ્યાં સુધી મંત્રીઓની વહીવટીતંત્ર પર પકડ નહીં આવે અને પોતે પોતાના ખાતાનો અભ્યાસ કરીને પરિપક્વ રીતે અભ્યાસ કરીને નિર્ણયો નહીં લે ત્યાં સુધી ગુજરાતની સામાન્ય જનતાને કોઇ ફાયદો નહીં થાય. આથી ભાજપના કાર્યકર્તાઓમાં આજે એ પણ ચર્ચા હતી કે, જ્યાં સુધી જૂના ખાઇ બદેલા અધિકારીઓને નહીં બદલવામાં આવે ત્યાં સુધી કોઇ પરિવર્તનની અસર દેખાશે નહીં.

સીએમથી લઇને તમામ મંત્રીઓ નવા

હાલની સ્થિતિ એવી છે કે સીએમથી લઇને તમામ મંત્રીઓ નવા છે. જેઓને અધિકારીઓ પર દારોમદાર રાખીને સરકાર ચલાવવી પડશે. આ મંત્રીઓ અધિકારીઓ આધારિત રહેશે એમાં શંકાને સ્થાન નથી. ભૂપેન્દ્ર પટેલે સીએમ બનતાં જ 35 સેક્શન અધિકારીઓની નિમણુંક કરી દીધી હતી. હવે સ્થિતિ એવી છે કે મંત્રીઓ પણ નવા છે.

બ્યૂરોક્રસીમાં અધિકારીઓ વર્ષોથી ટોપની જગ્યાએ ચીટકી રહ્યાં છે

મોદી સરકારે ભલે નો રિપીટ થિયરી અજમાવી છે પણ અધિકારીઓ બદલાવા પણ જરૂરી છે. જૂના અને અનુભવી મંત્રીઓ કડકાઈ સાથે અધિકારીઓની પીઠ થપથપાવીને કામગીરી કઢાવી લેતા હતા. હવે સ્થિતિ એવી છે કે મંત્રીઓ વહીવટને સમજશે ત્યાં સુધીમાં તો સરકારનો કાર્યકાળ પૂરો થઈ જશે. આમ નવી સરકાર તો બની ગઈ પણ મંત્રીઓ ચૂપ રહેશે અને જો વહીવટમાં ખબર નહીં પડે તો ખાઈ બદેલા અધિકારીઓ મંત્રીઓને ગાંઠશે એ પણ નક્કી છે. બ્યૂરોક્રસીમાં અધિકારીઓ વર્ષોથી ટોપની જગ્યાએ ચીટકી રહ્યાં છે. સરકાર ભલે ગમે તેની હોય પણ સત્તાનો મુખ્ય સંચાર એમના હાથમાં હોય છે. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારે પણ કંઇક નવું કરવું હશે તો સત્તાનો પાવર પોતાની પાસે રાખવો પડશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags