GSTV

1.3M Followers

જન્માષ્ટમી-કૃષ્ણ જન્મ દિવસથી ફરી એક વખત સસ્તું સોનું ખરીદવાનો છે મળશે મોકો, જાણો શું હશે તેની કિંમત

28 Aug 2021.4:47 PM

Last Updated on August 28, 2021 by Harshad Patel

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરિન ગોલ્ડ બોન્ડની છઠ્ઠી સ્કીમ લોન્ચ કરી છે. આ માટે સબ્સ્ક્રિપ્શન 30 ઓગસ્ટથી શરૂ થશે, જે 3 સપ્ટેમ્બર સુધી ચાલશે. સોનું - ગોલ્ડ બોન્ડ્સ માટે ઇશ્યૂ પ્રાઇસ 4,732 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.

આ માટેની અરજી સોમવારથી ખુલશે. ઓનલાઇન અથવા ડિજિટલ પેમેન્ટ કરવા માટે 50 રૂપિયા પ્રતિ ગ્રામ અલગથી છૂટ મળશે.

સરકારે રિઝર્વ બેંક સાથે પરામર્શ કરીને 'ઓનલાઈન' અરજી કરનારા અને ડિજિટલ રીતે ચૂકવણી કરનારા રોકાણકારોને 50 રૂપિયાની છૂટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડ્સની ઇશ્યૂ કિંમત 4,682 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. અગાઉ, સરકારે મે 2021 અને સપ્ટેમ્બર 2021 વચ્ચે છ હપ્તામાં સરકારી ગોલ્ડ બોન્ડ જારી કરવાની જાહેરાત કરી હતી. RBI ભારત સરકાર વતી બોન્ડ બહાર પાડે છે. બોન્ડનું વેચાણ બેંકો (નાની ફાઇનાન્સ બેન્કો અને પેમેન્ટ બેન્કો સિવાય), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસ અને માન્યતા પ્રાપ્ત શેરબજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ અને BSE મારફતે વેચવામાં આવે છે.

સોવરેન ગોલ્ડ અથવા પેપર ગોલ્ડ

સોવરેન ગોલ્ડ બોન્ડ એક પ્રકારનું પેપર ગોલ્ડ છે. કારણ કે કાગળ પર લખીને તમને સોનામાં રોકાણ કરવાની સુવિધા આપવામાં આવે છે. બોન્ડની કિંમત સોનાના વજનની દૃષ્ટિએ નક્કી થાય છે. બીજા શબ્દોમાં સમજીએ તો બોન્ડની કિંમત તેજ હશે જે બજારમાં ફિઝીકલ સોનાની કિંમત જેટલી જ હશે. આ દર સોનાના ગ્રામ દીઠ ભાવ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. જેટલા ગ્રામ સોનાની બરોબર બોન્ડની કિંમત હશે. તેને વેચવા પર સોના બરાબર કિંમત મળશે.

આ બોન્ડ પર વ્યાજ પણ મળે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ્સના ઇશ્યૂ પ્રાઈસ પર 2.5% વ્યાજ ઉપલબ્ધ છે. બોન્ડની મેચ્યોરિટી 8 વર્ષની હોય છે. જો મેચ્યોરિટી પછી બોન્ડ વેચો છો તો તેના પર થનારા લાભ પર કોઈ ટેક્સ આપવાની જરૂરિયાત નથી. આ રીતે બોન્ડ પર દર 6 મહિને જે વ્યાજ મળે છે, તેના પર કોઈ ટેક્સ નથી લાગતો.

મહત્તમ રોકાણ મર્યાદા 4 કિલો સોના સુધીની

એક રોકાણકાર એક વર્ષમાં 1 ગ્રામથી લઈને 4 કિલો સુધીના ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, ગોલ્ડ બોન્ડની કિંમત 24 કેરેટ સોનાની શુદ્ધતા મુજબ નક્કી કરવામાં આવે છે. રિઝર્વ બેંકે આ યોજના વર્ષ 2015 માં શરૂ કરી હતી. એક આંકડા મુજબ રિઝર્વ બેન્કે ગયા વર્ષે લગભગ 65 ટન સોનું વેચ્યું હતું. લોકો ઘરોમાં ફિઝીકલ ગોલ્ડ ન રાખી અને ગોલ્ડ પર લોકોને કમાણી થઈ શકે, એના માટે પેપર ગોલ્ડ એટલે કે સોવરેન ગોલ્ડ બોન્ડ શરૂ કરવામાં આવી છે.

ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાના છ મુખ્ય લાભો

  • એશ્યોર્ડ રિટર્ન નેચર- સોવરિન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને દર વર્ષે 2.5% ના દરે વ્યાજ મળશે. આ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે ઉપલબ્ધ થશે.
  • કેપિટલ ગેઈન્સ ટેક્સમાંથી મુક્તિ: રિડીમ્પશન પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે નહીં.
  • લોન સુવિધા: લોન માટે કોલૈટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે.
  • સ્ટોરેજની કોઈ સમસ્યા નથી: સલામત, ફિઝીકલ ગોલ્ડની જેમ સ્ટોરેજની સમસ્યા નથી.
  • લિક્વિડિટીઃ એક્સચેન્જો પર ટ્રેક કરી શકે છે.
  • જીએસટી મેકિંગ ચાર્જમાંથી મુક્તિઃ ફિઝીકલ ગોલ્ડથી વિપરીત કોઈ જીએસટી અને મેકિંગ ચાર્જ નથી લાગતો.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags