VTV News

1.2M Followers

આનંદો / ગુજરાતના રોજમદાર કર્મચારીઓ માટે મોટા સમાચાર, હાઈકોર્ટે રૂપાણી સરકારને આપ્યો મહત્વનો આદેશ

29 Aug 2021.4:22 PM

  • રોજમદારોને કાયમી કરવા આદેશ
  • ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ
  • હજારો રોજમદારોને થશે ફાયદો

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા રોજમદાર કર્મચારીઓને લઈને ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે જેથી હજારો કર્મચારીઓમાં આનંદ ફેલાઈ ગયો છે.

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ

ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં સરકારી નોકરીમાં રોજમદાર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હજારો કર્મચારીઓને કાયમી નોકરીનો લાભ આપવા હાઈકોર્ટે હુમક કર્યો છે. જેથી જુદા જુદા વિભાગોમાં કામ કરતા હજારો કર્મચારીઓને ફાયદો થશે, કર્મચારીઓને LTC, HRA, TA, DAનો લાભ આપવા હાઈકોર્ટનો હુકમ કર્યો છે.

હજારો રોજમદારોને થશે ફાયદો

ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં સરકારી નોકરીમાં રોજમદાર તરીકે કામ કરતા પાણી પુરવઠા સહિત તમામ વિભાગના રોજમદારોને કાયમી કરાશે, આ રોજમદાર કર્મચારીઓને રાહત આપતો ચુકાદામાં હાઈકોર્ટે વર્ષોથી હંગામી ધોરણે સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા ઘણા કર્મચારીઓને કાયમી નોકરીનો આપવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે સાથે સાથે લીવ એંકેશમેન્ટનો લાભ આપવા પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જોકે બીજી તરફ 2006થી છઠ્ઠા પગારપંચનું એરિયર્સ આપવાની માંગ ફગાવાઈ દેવામાં આવી છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags